________________
પ્લેટનું આદર્શ નગર
પરિચ્છેદ ૧
સંવાદનાં પા સેકેટિસ–જે વૃત્તાંત કહી જાય છે. સેકૅલસ ગ્લાઉકૌન
પ્રેસિસેકસ અડેઈમેન્ટસ
કલેઈટ ફેન પિલિમાર્કસ
અને બીજા મૂક શ્રોતાજને
પિરીયસમાં× આવેલા સેફેલસના ઘરનું દશ્ય છે; અને (કેટના - ટિમિય(નામના બીજ સંવાદ)માં આવતા રિમિયસ, હઝેટિયસ, ક્રિટિસ અને એક અનામી પુરૂષને, જે દિવસે આ સંવાદ સાચેસાચ થયો તેને બીજે દિવસે, સેક્રેટિસ આખેઆખે કહી જાય છે.
(૩૨૭) દેવીની પ્રાર્થના કરવા, અને જે ઉત્સવ મારે મન તે નવી જ વસ્તુ હતી તે કેવી રીતે ઉજવાય છે એ જોવાને પણ. હું કાલે એરિસ્ટોનના પુત્ર ગ્લાઉોનની સાથે પિરેઈયસ ગ હતો. પુરવાસીઓનું સરઘસ જોઈ મને બહુ આનંદ થયે; પરંતુ શિયન લેકોનું સરઘસ, વધારે નહિ તે, આપણા જેટલું જ સુંદર હતું.
(a) અમારી પ્રાર્થના પૂરી થઈ અને દશ્ય જોઈ લીધું એટલે અમે શહેર ભણી વળ્યા; અને ઘર તરફ આવવા અમે નીકળ્યા
કએથેન્સ પાસેનું એક સ્થાન, એથેન્સનું બંદર દરિયાકાંઠે આવેલું અને મુખ્યત્વે ખારવા, વહાણે અને તેને અંગે જુદીજુદી વસ્તુઓ બનાવનારા કારીગરો, દેશદેશના સફર ખેડતા વેપારીઓ, કાચા માલની વખારો, કારખાનાં, ઇત્યાદિથી ઊભરાતું એથેન્સનું પરું.
૧. બેન્ડિસ દેવી–ઘેશિયન લોકોની આટેમિસ.