________________
૭૯
પાંચ વર્ષોં શુદ્ધ ફિલસૂફીના ઊંડા અભ્યાસમાં ગાળવાનાં છે. આવીક્ષિકી વિદ્યાના આ અભ્યાસકાળ દરમિયાન અનેક ભયસ્થાનામાંથી એ વિદ્યાર્થીને પસાર થવાનું છે. કારણ નીતિનાં સામાન્ય ધારણા જે અમુક સામાજિક માન્યતાને લીધે અસ્તિત્વમાં આવેલાં હાય છે, તેનાં ખરાં મૂળ શોધવા બુદ્ધિ પ્રવૃત્ત થાય, અને ઘેાડા વખત “બુદ્ધિ શું ખરું છે કે શામાં પ્રતિષ્ઠા છે એમ પૂછે અને કાયદા ઘડનારે એને જે રીતે શિખવ્યું હોય એ પ્રમાણે તે જવાબ આપે, અને પછી જેમ કશામાં ન્યાય અને સારું કે એથી ઉલટું પણ કશું નથી એવી માન્યતા એને સ્વીકારવી પડે, ત્યાં સુધી જાતજાતની ધણીએ દલીલા એના શબ્દો તોડી પાડે—તેા (૬) પછી જે સિદ્ધાન્તાનું મૂલ્ય એણે મેટું આંકયું હતું તેનું પહેલાંની માફક એ પાલન કરે કે એને માન આપે એમ શું તમે માને છે ? - અશકય.૯૬ અને એ સિદ્ધાન્તામાં પ્રતિષ્ઠા છે તથા એ સ્વાભાવિક છે (૫૩૯) એમ માનતા એ જ્યાથી બંધ થાય, અને સત્ય સિદ્ધાન્તાની શોધમાં પા તે નિષ્ફળ જાય, ત્યારથી પેાતાની ઇચ્છાઓની ખુશામત કરવા સિવાયનું ખીજા કાઈ પ્રકારનું એ જીવન ગાળે એવી શું આશા રાખી શકાય? આન્વીક્ષિકીના વિદ્યાથી એનામેાંમાં પહેલાં સ્વાદ આવે, પછી તેઓ મજાકની ખાતર લીલા કરે અને પેાતાનું જે ખંડન કરતા હોય તેનું અનુકરણ કરતાં, તેઓ હંમેશાં ખીજાના વિરોધ કરે, અને તેમનું ખંડન કરે; નાના કુરકુરિયાંની માફક જે કાઈ એમની નજીક આવે તેમની સાથે તેઓ ખેંચાખેંચી કરે અને તેમને કરડે—આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેા કેળવણીને કશો જ અર્થ રહેતા નથી.’’
પ્લેટાની શિક્ષણપદ્ધતિ અનુસાર વ્યક્તિના સર્વાંગી વિકાસ સધાય એમ તે માને છે. પરંતુ પ્લેટ જે સંપૂર્ણ વ્યક્તિત્વનું આલેખન કરે છે, તે આ રીતે સાધી શકાય કે કેમ એ સવાલ છે.
૯૬, પરિ-૭-૫૩૮-૩૯