________________
રહેશે.” કુળ પરંપરાના ધોરણ પર આ રાજ્ય રચાએલું હશે; અને ત્યાર બાદ મૂડીવાદી રાજ્યમાં અધઃપતનનું બીજું પગથિયું વ્યક્ત થશે. માનવસ્વભાવમાં એક પછી એક જે રીતે અધઃપતન થાય છે, અને વ્યક્તિના સ્વભાવમાંનું એ અધઃપતન રાજ્યમાં કેવી પરિસ્થિતિ સજે છે એનું વર્ણન ઘણી રીતે આજની પરિસ્થિતિને આબેહૂબ ચિતાર આપણું આગળ ખડે કરે છે, તે તેનું આલેખન પુસ્તકમાંથી વાંચવું વધારે યંગ્ય છે, તેથી તેને અહીં માત્ર ઉલ્લેખ કર્યો છે.
સૌથી ઉત્તમ “આદર્શ નગર રાજ્ય” છે, તેમાં વ્યક્તિ તેમજ સમાજમાં “ધર્મ પ્રવર્તે છે. બીજા નંબરે કુળને માન આપતું હોય તેવા રાજ્યમાં બુદ્ધિ અને પ્રાણના મિશ્રણને પ્રાધાન્ય મળે છે. ત્યાર પછી મૂડીવાદી રાજ્ય આવે છે; આવા માત્ર સંપત્તિના ધોરણ ઉપર સ્થપાયેલા રાજ્યમાં શુદ્ધ પ્રાણને અમલ ચાલે છે. પરંતુ માણસ પાસે સંપત્તિ છે તેથી તે રાજ્ય ચલાવવાને લાયક છે એમ હરહંમેશ સાબીત થઈ શકતું નથી, તેથી સંપત્તિને બાજુ પર મૂકી બધા માણસો એકસરખા છે, અને તેથી સંપત્તિવાળો કે નિર્ધન, ભણેલે કે અભણ એવા કોઈ માણસની પાછળ માત્ર સંખ્યાનું એટલે કે આંધળા જનસમૂહનું પીઠબળ હોય, તે તે માણસ રાજ્ય કરવાને લાયક છે એમ પ્રજાસત્તાક એટલે કે બહુજનમતવાદી Democracyમાં પ્રતિપાદન કરવામાં આવે છે. જેમ વ્યક્તિના આંતરિક બંધારણમાં પ્રાણ અને કામના અંશએ બુદ્ધિના તત્ત્વનું નિયંત્રણ સ્વીકારવાનું છે, અને એ ત્રણે ત સમાન નથી, તેવી જ રીતે સમાજમાં પણ બધાં માણસે એકસરખાં કે સમાન નથી, અને તેથી હરકોઈ વ્યક્તિને તે માત્ર રાજ્યમાં રહે છે તેથી રાજ્ય ચલાવવાનો અધિકાર મળી શકે નહિ. પ્લેટના સિદ્ધાન્ત અનુસાર ખરું સ્વાતંત્ર્ય પિતાને જે સ્વભાવ હોય તે અનુસાર બુદ્ધિનું નિયંત્રણ સ્વીકારવામાં રહેલું છે, નહિ કે પિતાને મન ફાવે તેવું આચરણ કરવામાં. એટલે કે સ્વાતંત્ર્ય માત્ર યેય નથી પરંતુ એક સાધન છે, અને પોતાના પ્રત્યેક કાર્ય કે