________________
લાગતું જશે, અને એવી જ રીતે એ ને એ શ્રેણીમાં એ–ન, ન-૧, - દુઃખ–૪, દુઃખ-૩ – દુઃખ-૧ એમ ઊંધા ક્રમમાં જશે ત્યારે એ ને એ શ્રેણીનાં તમામ પદ દુઃખમય લાગશે, એટલે કે અમુક એક પરિસ્થિતિમાં જે વ્યક્તિને સુખ પણ લાગે એ ને એ પરિસ્થિતિમાં તેને દુઃખ પણ લાગે. આને અર્થ એ થાય કે સુખ અને દુઃખની લાગણીનો અનુભવ કોઈ પણ બાહ્ય વાસ્તવિક પરિસ્થિતિને લીધે થતો નથી, પણ–એમ કહેવું પડે કે બનાવના ક્રમ ઉપર તેનો આધાર છે. પ્લેટે આનાથી આગળ જતો નથી પરંતુ આપણે કહી શકીએ કે અમુક પરિસ્થિતિમાં વ્યક્તિને સુખ લાગશે કે દુ:ખ તેનો આધાર વ્યક્તિ પોતે વસ્તુ પ્રત્યે કેવી રીતે ધ્યાન આપે છે તેના ઉપર પણ રહે છે. અહીં આટલું કહેવું બસ થશે કે સાધારણ માણસ જેને સુખ અથવા દુ:ખ ગણે છે, તે ખરી રીતે જોતાં નથી સુખ કે નથી દુઃખ. પુસ્તકને અંતે લેટો જવાબ આપે છે કે માણસનું આંતરિક બંધારણ એવું છે કે ધર્મ દ્વારા જ એને સાચું સુખ મળી શકે. સુખ સુખ વચ્ચે પણ ભેદ છે, અને જેને માત્ર બાહ્ય સત્તા-સંપત્તિનું સુખ જોઈતું હોય તેને આંતરિક શાંતિ કે સુખ મળી ન શકે તથા જેને પોતાના આત્મા સમસ્તનું સુખ જોઈતું હોય, તો તેવાએ બાહ્ય સુખ ઉપર ટાંપીને બેસવું ન જોઈએ. આ દષ્ટિએ જતાં ધર્મ અને સામાન્ય દષ્ટિએ જેને સુખ ગણીએ છીએ તે બાહ્ય સુખ–એ બે વચ્ચે કશો પણ સંબંધ શક્ય લાગતું નથી. કારણ એક જ ભૂમિકા પર વસતી બે વસ્તુઓ - એકબીજાના સંબંધમાં આવી શકે; પરંતુ ધર્મ અને બાહ્ય સુખની ભૂમિકા અત્યંત નિરાળી છે, અને તેથી ધમિક માણસને બાહ્ય સુખ મળશે જ એમ આપણે કહી શકતા નથી; અને જે મળે, તોપણ એને આત્મા તે ધર્મમાં જ રાચતો હશે. આથી ઉલટું લેટો કહે છે તેમ જુલમી આત્માને અનેક વૈભવ, સંપત્તિ ને સત્તા મળે છતાં એ પિતે તે અત્યંત દુઃખી જ રહેવાને. વળી બાહ્ય વસ્તુઓને આપણે બાજુ પર મૂકીએ, અને તેથી બાહ્ય સુખને આપણી દલીલમાં કશું