________________
૯૯
સૌંદર્ય પ્રત્યેનું આત્માનું સમર્પણુ જ રહેલું છે તેનું નિરૂપણ હેટાએ એના ડ્રિસ અને સિમ્યુઝિયમ નામના સંવાદમાં કર્યું છે.
કેવલ સૌદર્યને નીરખતાં આત્મા પતે એ રીતે એવું જ્ઞાન મેળવે છે કે એ જ્ઞાન દ્વારા કેવલ સૌંદર્ય સાથે એનું તાદામ્ય સધાય છે–પોતાને જેનું જ્ઞાન થાય છે એ પિતે થાય છે – અને કેવલ સૌંદર્યને સ્થલ અને કાલનું બંધન નથી–એ એક, અદ્વિતીય, શુદ્ધ, અજર અને અમર છે, અને એને જાણીને આત્મા પોતે અમરત્વને પ્રાપ્ત કરે છે. તેના ફીડે નામના સંવાદમાં પલેટ વ્યકિતગત અમરત્વમાં માનતો હોય એમ આપણને લાગે, પરંતુ આપણે વ્યકિતત્વ માત્ર આપણી બાહ્યાભિમુખ, પરિમિત જાગ્રત ચેતનાની સપાટીમાં પૂરાઈ રહેલું છે. પરંતુ આપણી આંતર ચેતના એવી તે વિભૂ છે, અને આખા વિશ્વને વ્યાપીને રહેલી છે કે ત્યાંની ભૂમિકા ઉપર આપણી બુદ્ધિનાં બધાં કંકાને સમન્વય આપોઆપ થાય છે, અને એવી ગૂઢ ચેતના કેવલ સૌંદર્યને કે કેવલ ઈષ્ટને સાક્ષાત્કાર કરે પછી માણસનાં જે સંકુચિત વ્યક્તિત્વને અમરત્વની ઝંખના રહ્યા કરે છે, તેવા અમરત્વને કશે અર્થ રહેતું નથી. માણસની શુદ્ધ ચેતના, કેવલ સૌદર્ય તથા સૌથી ઉચ્ચતમ ઇષ્ટનું તત્ત્વ–બધું જ એક થઈ રહે છે. આપણી ફિલસૂફીમાં જે “બ્રાહ્મીસ્થિતિ” કહે છે તેની સાથે આપણે આને સરખાવી શકીએ.
સૌંદર્યને આ અનુભવ માણસને બીજા જ વિશ્વમાં લઈ જાય છે, ત્યાં સ્થલ અને કાલ નથી, અને પ્રત્યેક સુન્દર “વસ્તુ”—તત્ત્વ એના અખંડ સૌંદર્યમાં અવિભાજ્ય રીતે પિતાનું આખું “વિશ્વ રોકીને વસે છે, અને આ અનુભવ માનવી પોતાની સામાન્ય ઉપરછલી ચેતના દ્વારા પિતામાં ઉતારી શકતું નથી, પરંતુ એનામાં રહેલી
૧૦૭, કારણ ગ્રીક, ભાષામાં The Good and The Beautiful માટે એક જ શબ્દ છે.