________________
૧૦૧
થાય છે. સેક્રેટિસના જીવનનું અને એની ફિલસૂફીનું રહસ્ય પિતે પૂરેપૂરું પિતામાં ઉતાર્યું હોય, તે રીતે ફેટ સોક્રેટિસનું આલેખન કરે છે. સંવાદના રૂપમાં એણે પોતાનાં પુસ્તક લખ્યાં છે તેથી એમાં આજે પણ એવી ને એવી જ તાજગી દેખાય છે. વિષયનું નિરૂપણ એટલું સરલ અને સ્વાભાવિક રીતે કરવામાં આવે છે કે સાધારણ વાચકને તે ખયાલ પણ ન આવે કે પોતે ફિલસૂફીના કયા સિદ્ધાન્ત પરથી ક્યાં જઈ ચડે છે.
વળી વ્યક્તિ અને સમાજના સંબંધનું સમાજશાસ્ત્રના દષ્ટિબિંદુથી પ્લેટે એવી રીતે નિરૂપણ કરે છે કે આપણા આજના સામ્યવાદી સિદ્ધાન્તના જેવી એ ભૂલ કરતો નથી. વ્યક્તિ સમાજનું માત્ર જડ અંગ નથી, સમાજને જીવન્ત રાખવો હોય તે વ્યક્તિ પોતે જીવન્ત હેવી જોઈએ એટલે કે વ્યક્તિએ પોતાને સર્વાગી વિકાસ સાધ જોઈએ, અને સમાજમાંના શાસનકર્તાઓએ તે ઈષ્ટના તત્ત્વને – શુદ્ધ સોંદર્યને સાક્ષાત્કાર કરવાનો છે અને તે દ્વારા અમૃતત્વ પ્રાપ્ત કરીને સમસ્ત સમાજને કાર્યભાર ઊંચકવાને છે. એટલે કે આપણું સાધારણ સ્થિતિમાં ભલે વ્યક્તિ અને સમાજ વચ્ચે ઘર્ષણ હોય, અને બંનેનાં હિત એકબીજાનાં વિરોધી લાગે પણ વ્યક્તિ પોતે જે પિતાના આત્માને જાણે, તો એવી વ્યક્તિનું સમાજ પોતે અંગ બની રહે છે, નહિ કે વ્યકિત સમાજનું અંગ–અને સામાજિક બંધારણ વ્યક્તિનો “ધર્મ” બની રહે છે.
કેઈક દિવસ જોડપ સમાનધન આપણી ભાષામાં પ્લેટના બીજા સંવાદનું ભાષાન્તર કરે તો તે વખતે વાચકને પ્રસ્તુત પુસ્તકમાં આવેલા સમાન્તર વિચારેની સરખામણી કરવા ઉપયોગી થઈ પડે એ આશાએ ઘણી જગ્યાએ બીજા સંવાદની કલમે અને વિચારે ટાંકેલા છે. વળી અહીં એટલું ઉમેરવું જોઈએ કે ગ્રીક