________________
અંતરતમ ગૂઢ ચેતના દ્વારા એ ત્યાં જઈ શકે છે, આ “Mystic'–
M u stic અનુભવ છે. લેટેનું આ mysticism–“મૌની”— સૂફીવાદ ટાઈનસમાં ઉતરી આવ્યું, અને આ દષ્ટિબિંદુ સ્પીઝામાં આપણને મળી આવે છે. પીઝાના મત અનુસાર આપણે આપણું પ્રત્યેક અનુભવને “ sub-specie aeternitatis ૧૦૮ જોવા જોઈએ એ તથા પ્લેટનું કથન that the Philosopher is the spectator of all time and all existence-ja એક છે એમ આપણને લાગ્યા વગર રહેતું નથી.
શુદ્ધ સૌંદર્યના આત્મા સુધી જે કવિએ મજલ કાપી હોય, તેને આપણે સાધારણ કવિઓની કૃતિઓ અર્થહીન જેડકણાં લાગે એ સ્વાભાવિક છે, પિતાની પરિમિત ચેતનાને બાજુ પર મૂકી, આંતર ચેતનાનાં વિશાળ ઊંડાણમાં ઉતરીને ખરા સૌદર્યને સર્જવા જે કલાકારે અશક્ત હોય છે, તે–આપણી પાર્થિવ દુનિયાની વસ્તુઓ જે મૂળ સૌંદર્યનાં તત્તનાં અધૂરાં, આછકલાં, ઉપરચેટિયાં અનુકરણે છે–તેવાં અનુકરણોનું પણ ખરાબ અનુકરણ કરીને શબ્દોમાં કે ચિત્રમાં આલેખન કરે તેવા કવિઓ ન જ કહેવાય અને તેથી તેમને પિતાના આદર્શનગર રાજ્યમાંથી પ્લેટે હાંકી કાઢે છે. જે કાવ્યના વિષયની દૃષ્ટિએ આવા કલાકારે અધૂરાં અનુકરણોનું વધારે અધૂરું અનુકરણ કરે છે, તો એમના માનસની દૃષ્ટિએ તેઓ માત્ર ઇન્દ્રિયપ્રત્યક્ષની ભૂમિકા પર વસે છે, અને તેમના મનભાવો પણ એટલા જ શુદ્ધ હોય છે. લેટોના કલાના આવા વિવેચનના દષ્ટિબિંદુએ આપણું આજના કલાકારોને કે કવિઓને કઈ કાટિમાં મૂકવા તેનો નિર્ણય અમે વિદ્વાન વાચક વર્ગ પર છોડીએ છીએ.
પ્લેટનું આદર્શ નગર”ની ગણના દુનિયાના મહાન ગ્રંથમાં 906. Spinoza's Ethics : v 31.