________________
૯૮
અનુયૂત થઈને રહેલાં નથી પરંતુ આપણી ક્ષણભંગુર દુનિયાની પાર્થિવ વસ્તુઓથી ક્યાંય દૂર જુદા જ વિશ્વમાં વસે છે. ૦૫
એરિસ્ટોટલે તો વસ્તુઓથી ભિન્ન અસ્તિત્વ ધરાવતાં હોય તેવા દૃષ્ટિબિંદુને વખોડી કાઢયું છે, કારણ એરિસ્ટોટલ પોતે પ્રમાણશાસ્ત્રનો પિતા હતો અને એણે માત્ર બુદ્ધિની દષ્ટિએ લેટની ફિલસફીને વિચાર કર્યો છે. પરંતુ લેટેએ બુદ્ધિની પ્રમાણુગત આવશ્યકતાના દષ્ટિબિંદુથી તત્ત્વજ્ઞાનના કૂટ પ્રશ્નોના વિચાર કરવા ઉપરાંત કલાના મૂળભૂત અનુભવની દૃષ્ટિએ પણ પિતાની ફિલસૂફીનું નિરૂપણ કર્યું છે
આપણે ઉપર જોયું તેમ સામાન્ય માણસ ઈન્દ્રિયપ્રત્યક્ષની ભૂમિકા ઉપર એક સુન્દર વસ્તુ પરથી બીજી સુન્દર વસ્તુ પર એમ અજ્ઞાનમાં ભટક્યા કરે છે અને બહુ બહુ તો વિચારની ભૂમિકા સુધી પહોંચી સુન્દર વસ્તુઓ પર પોતાનું સ્વામિત્વ સાબીત કરી તેને ઉપભેગ કરવાનો પ્રયત્ન કરે છે. જે ખરો ફિલસૂફ છે, જેનામાં કેવલ સૌદર્ય માટે શુદ્ધ પ્રેમ છે તે આ તમામ અનુભવો પરથી એના તત્ત્વ સુધી જવા પ્રયત્ન કરશે અને જ્યારે એનો આત્મા કેવલ સૌંદર્યને પ્રાપ્ત કરશે ત્યારે એ જંપશે. ૧૦૬ પાશવી પ્રેમ વિશે લેટેએ પરિચછેદ આઠમામાં ઉલ્લેખ કર્યો છે અને શુદ્ધ પ્રેમ–કે જેમાં માત્ર કેવલ
- ૧૦૫, Vide Hoffding's Phil. of Religion wherein he maintains that Plato's Doctrine of Ideas' serves our double view of discursive thought as well as aesthetic or mystic contemplation, - ૧૦૬, જુઓ : પરિ-૫-૭૫ : જર્મન ફિલસૂફ કાન્ટના રસૂત્રમાં આ વિચાર મળી આવે છે: “The true appreciation of beauty has no vulgar idea of possession in it,"....