________________
નહિ, પરંતુ ઇન્દ્રિય પ્રત્યક્ષમાં આપણે જે “દ્રવ્ય”—(Aristotle's Matter-Hylē-Proti hylä 212 245Hi 2410727 છીએ તેમાં રહેલું છે. આપણે અહીં એરિસ્ટોટલની ફિલસૂફી ઉપર લાંબે વિચાર કરવાની જરૂર નથી. દરેક ફિલસૂફ આગળ કઈ ને કઈ રીતે આ ને આ પ્રશ્ન આવે જ છે–કે અનુભવમાંથી નિષ્પન્ન થતી વ્યક્તિઓ અને તેના ગુણો વચ્ચે સંબંધ શો, તથા અમુક
વ્યક્તિ” છે, એમ આપણે શાને આધારે કહીએ છીએ. હરકેઈ બે ખાટલા એક જ માપના અને તદ્દન એક સરખા હોય,-- એટલે કે તેનાં રૂપ, રંગ, આકાર, તથા માપ બધાં એકસરખાં હોય, તે આપણે એમ કહીશું કે એક ખાટલામાં જે લાકડું વપરાયું છે તે લાકડું બીજા ખાટલામાં વપરાયું નથી, તેથી તે બે જુદા છે. પરંતુ જીવત પ્રાણીઓ અથવા માણસ માણસ વચ્ચે આપણે જે ભેદ પાડવો હશે, તો આપણે કહેવું પડશે કે બે વ્યક્તિઓના ગુણદેષમાં ભેદ છે, અને તેથી તે બે વ્યક્તિઓ જુદી છે. આ રીતે વ્યક્તિનું વ્યક્તિત્વ તેમાં રહેલા ગુણેને આભારી છે એમ જે આપણે કહીએ, તે વ્યક્તિના કેટલા આવશ્યક ગણાતા તથા કેટલા આકસ્મિક ગણાતા ગુણને એના વ્યક્તિત્વમાં સમાવેશ કરવો એ પ્રશ્ન અત્યંત કઠિન થઈ પડે છેઃ અને આથી જ પાશ્ચાત્ય પ્રમાણુશાસ્ત્રમાં વ્યક્તિગત વિશેષ નામને “સામાન્ય” universaો ગણવામાં આવ્યાં છે.
હે એમ કહે છે કે ઇન્દ્રિય પ્રત્યક્ષને પ્રવાહ હીરેકલેઈટાસની સતત પરિવર્તનશીલ નદીના વહેણ જેવો છે, અને તેમાંથી આપણે
જ્યારે “ત” પાસે આવીએ ત્યારે જ ખરેખરી વ્યક્તિઓ અનુભવમાં આવે છે. આજના ભૌતિક વિજ્ઞાનનું નિરૂપણ કરનાર જેમ આપણું “વસ્તુઓ અને ગણકારતા નથી, પરંતુ તેઓ ભિન્ન ભિન્ન પ્રકારનાં પરમાણુઓની દુનિયામાં વસે છે, અને એને જ સત્ય માને છે, તેના જેવી પરિસ્થિતિ આપણને પ્લેટમાં મળી આવે છે.