________________
e
કરવું જોઈ એ અને કાણે રાજ્યકર્તાના હુકમનું પાલન કરવું જોઈએ. આ બાબતનું નિરાકરણુ, પ્લેટાએ કહ્યું છે તેવી શિક્ષણ પદ્ધતિમાંથ આપોઆપ કુલિત થાય કે કેમ એ પ્રશ્ન આપણને અત્યારે મૂંઝવે છે. કુદરતના અનેક પ્રયાગે! પછી આપણી માણસજાત પેદા થઈ છે. પરંતુ એમાં વ્યક્તિ-વ્યક્તિ તથા ભિન્ન ભિન્ન સમાજોમાં અને દેશામાં વહેંચાયેલી ચેતના એટલી તે અહંકારથી ભરેલી છે કે કાણુ અથવા શું સારું અથવા ધર્મ અને અધર્મ એટલે 'શુ' એ બાબત ઉગ્નમાં ઉગ્ર મતભેદને સ્થાન છેઃ કારણ આપણામાં પે।તામાં ધ’ સ્થાપિત થયે। નથી, આપણા જીવનના જુદાં જુદાં અંગો એકબીજાની સાથે હળીમળીને સુસંગત રીતે, આત્માના જે અંશનું નિયંત્રણ સ્વીકારવું જોઈએ તે સ્વીકારતા નથી, એટલે કે માણસ પેતે હજી એક અવિભાજ્ય થયા નથી—તા પછી અધૂરા, ભાંગેલા, છિન્નભિન્ન માણસાના સમાજ અથવા તેની રાજ્યવ્યવસ્થા પણ એવી જ હોય. પૃથ્વી ઉપર માનવ જાતની એકતા સાધવી હશે તેા સૌથી પહેલાં માણસે પેાતાની સમસ્ત જાતને ‘એ-ક' કરવી પડશે.
પ્લેટાના આદર્શ સમાજની સ્થિતિમાંથી ઉત્તરોત્તર જે એક પછી એક પગથિયાં ઉતરીને વ્યક્તિની અને તેના બાહ્ય આવિર્ભાવ રૂપ સમાજની અધેતિ થતી જાય છે તેની પરાકાષ્ટા જુલમગાર અને જુલમી રાજ્યવ્યવસ્થા અથવા ગેરવ્યવસ્થામાં આપણને નજરે પડે છે. જેમાં ખુદ્ધિના અશ સર્વાશ લુપ્ત થયેા હાય, અને પ્રાણનું અંગ હરહ ંમેશ બહુરૂપી કામની અનેક રાક્ષસી ઇચ્છાઓને વશ થઈ તે વ તું હાય, એટલે કે જે માણસ પ્રત્યેક પળે અવનવાં રાક્ષસી સ્વરૂપ ગ્રહણ કરતા હાય —તેવા માણસને કાઈ કાળે સુખના અનુભવ તે થઈ જ ન શકે, કારણ પેાતાની દુષ્ટમાં દુષ્ટ ઇચ્છાઓને એ માત્ર ગુલામ છે—આવી વ્યક્તિ જ્યાં સુધી માત્ર વ્યક્તિગત જીવન ગુજારતી ઢાય ત્યાં સુધી દુષ્ટતાની પરાકાષ્ટા એનામાં મળી આવતી નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફિલસૂફ જેમ આ દુનિયાની ગડમથલથી દૂર, પેાતાનું એકાકી