________________
८७
-જીવન ગાળે, ત્યારે જેમ એના જીવનનું સંપૂર્ણ સાક્ષ્ય થતું નથી તેમ જ દુષ્ટમાં દુષ્ટ માણસ વિશે પણ આ જ સિદ્ધાન્ત પ્લેટ લાગુ પાડે છે. આવા દુષ્ટ જુલમગારને જ્યારે વિવિધવશાત્ રાજ્ય ચલાવવાના સંજોગા મળી રહે છે ત્યારે વ્યક્તિ તેમજ સમાજ બન્નેની અધેતિ સંપૂર્ણ બને છે. બહુ જનમતવાદી પ્રજાસત્તાકના સંપૂર્ણ સ્વાતંત્ર્ય (!)માંથી સંપૂર્ણ ગુલામી નીપજે છે. માનવ સ્વભાવની અને રાજ્યબંધારણની આ અધમમાં અધમ સ્થિતિ છે.
(* ૨૪) ધર્મ અને સુખ
ધર્માચરણ અને સુખ સાથેતે! સબંધ હજી આપણે ચર્ચ્યા નથી. કદાચ ધર્મના સ્વરૂપનું આટલું ઊંડુ નિરૂપણ કર્યા પછી એની જરૂર પણ રહેતી નથી. કારણ ધર્મને લીધે જે વ્યક્તિગત આત્મામાં સંવાદ, સપ્રમાણતા, શાંતિ, સદ્ગુણ, સૌ વગેરે આપે।આપ આવીને વસતાં હાય તા પછી કાઈ માણસ અધર્મ આચરીને સંપત્તિ કે સત્તા મેળવી સુખી થવાના પ્રયત્ન કરે તેમાં બહુ અર્થ રહેતા નથી. પુસ્તકની શરૂઆતમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઘણા અધર્મોંએ સુખી જણાય છે, અને ધર્મિષ્ઠ લેાકા દુ:ખી થતા જોવામાં આવે તે તથા ઘણી વાર સંપત્તિને લીધે પણ માણસના અધર્મ ઢંકાઈ જાય છે, અને ગરીબ ધર્મિષ્ઠને તેની ગરીબાઈને લીધે સહન કરવું પડે છે—તે પછી ધર્મ આચરવે! શા માટે ? પ્લેટા સુખ અને દુ:ખની લાગણી વિશે ચર્ચા કરે છે, અને કહે છે કે સુખ અને દુ:ખની લાગણી એટલી તેા સાપેક્ષ છે કે દુ:ખમાંથી કાઈ માણસ સુખ પ્રત્યે જતા હશે, ત્યારે એને સુખ જ લાગશે : દુઃખ-૧, દુ:ખ-ર, દુ:ખ-૩, ~~ દુ:ખન વગેરે શ્રેણીમાં માણસ જ્યારે ૧, ૨, ૩ એ રીતે પસાર થતા હશે, ત્યારે એને પ્રત્યેક પગલે દુ:ખ જેમ જેમ એછું થતું જશે તેમ સુખ