________________
વ્યવહારમાં આત્માના ઉચતમ અંશનું નિયંત્રણ સ્વીકારી પ્રત્યેક ક્ષણે તેને અમલમાં મૂકવાનું છે. પરંતુ જ્યારે વ્યક્તિગત સ્વાતંત્ર્ય એ જ એક ધ્યેય બને છે, ત્યારે પ્રાણુ અને કામના મિશ્રણ દ્વારા રાજ્યકારભાર ચાલે છે. આપણે જોયું તેમ કામના અંશમાં બહુત ભરેલું છે, તેથી અનેક પ્રકારના રીતરિવાજ, અખતરાઓ કે ખતરાઓ કરતા પચરંગી લેકે બહુજનમતવાદી રાજ્યમાં પેદા થાય છે. દરેક વ્યક્તિ પિતાની ગમે તે ઇરછા સંતોષવાને સ્વતંત્ર હોય છે, અને આથી રાજ્યમાં કેટલાયે પ્રકારના પક્ષો અને બંધારણો એકી સાથે અસ્તિત્વ ધરાવતાં હોય છે. સ્વાતંત્ર્યના આવા ઉદ્રકને “લીધે બાપને છોકરાઓની પાયરીએ ઉતરવાની અને એમનાથી બીવાની ટેવ પડી જાય છે, કારણુ બાપ અને છોકરો સમાન કક્ષાના થઈ રહે છે... ગુલામ પુરવાસીની સમાન, અને પુરવાસી ગુલામની બરાબર છે, અને કોઈ પરદેશી ગમે તેની સમાન ગણાય છે. ગુરુ શિષ્યોથી બીએ છે, તથા તેમની ખુશામત કરે છે, અને શિષ્યો પોતાના ગુરુ તેમજ શિક્ષકોને ધિક્કારે છે. અને વૃદ્ધ માણસો યુવાને પ્રત્યે નમ્રતાથી વર્તે છે, તથા તેઓ આનંદ અને ઠઠ્ઠા મશ્કરીથી ભરેલા હોય છે, કડક અને અધિકારવાળા ગણવાનું એમને ગમતું નથી... મનુષ્યના શાસન નીચે રહેલાં પ્રાણીઓને બીજા કે રાજ્યના કરતાં પ્રજાસત્તાક રાજ્યમાં મોટી સ્વતંત્રતા હોય છે... સ્વતંત્ર પુરવાસીઓના હક તથા મહિમાની બરોબરી કરતાં હોય તેમ ઘેડાં ગધેડાં કૂચ કરતાં હરેફરે છે અને એમને માટે રસ્તે મોકળો મૂકીને જે કંઈ ચાલે નહિ, તો જે કઈ હડફેટમાં આવે તેની સામે તેઓ દેટ મૂકે છે, અને બધી વસ્તુઓ આ રીતે સ્વતંત્રતાથી ફારુંફાટું થઈ રહે છે.” ટેનું આ વર્ણન આપણી દુનિયાના કેટલા દેશને કેટલે અંશે લાગુ પડે છે તેને ખયાલ અમે વાચકે પર છોડીએ છીએ.
અહીં આપણું આગળ વળી પાછો એ ને એ સવાલ આવીને જીભે રહે છે કે કણ લાયક અને કણ નાલાયકએટલે કે કોણે રાજ્ય