________________
૮૩
હે એમ પણ કહે છે કે “જેટલી વસ્તુને આદિ છે એને અંત પણ હોય જ એમ જોતાં તમારું છે તેવું બંધારણ પણ અનાદિ કાળ સુધી ટકશે નહિ.” એટલે કે આપણી દુનિયાનું બંધારણ જ એવું છે કે બુદ્ધ ભગવાને કહેલું તેમ– હે ભિક્ષુએ, તમે પાણી રેડે તો એ ક્યાં જશે? પ્રશ્ન ત્રણ વાર કરવામાં આવે છે, અને ત્રણે વાર જવાબ આપવામાં આવે કે–નીચે જી–નીચે જશે—આપણી સામાન્ય પ્રકૃતિનું વહેણ હંમેશાં નીચે જતું હોય છે, પરંતુ બુદ્ધ ભગવાને આ સાધારણ પ્રકૃતિના વહેણને ઊંચે લઈ જવાનો બેધ આપે, અને આપણી પરિભાષામાં કહેવું હોય તો એમ કહેવાય કે કુદરતના સામાન્ય નિયમને કેવી રીતે પલટાવી નાંખશે એનો માર્ગ બતાવ્યું. લેટોમાંથી આ ઊર્વે માર્ગ સપષ્ટ થતો નથી અને એ કબુલ કરે કે “તમારા શાસનકર્તાઓનાં સમસ્ત શિક્ષણ અને વિવેક શક્તિ મનુષ્યમાં પ્રજનનશક્તિ અને વંધ્યત્વ ક્યારે આવે છે અને જાય છે તેના જ્ઞાનને પ્રાપ્ત કરી શકશે નહિ. (કારણ) જે બુદ્ધિ ઇન્દ્રિયવ્યાપારથી સર્જાશે મુક્ત નથી તે એના નિયમે શોધી નહિ શકે, અને નિયમો એની પકડમાંથી છટકી જશે.” આ ઉપરથી એમ કહી શકાય કે જ્ઞાનને મેળવવા કે હરહમેશ ઈન્દ્રિય પ્રત્યક્ષ અને “વિકલ્પ વૃત્તિ દ્વારા જ્ઞાન મેળવની બુદ્ધિ ઉપર આધાર રાખે છે; પરંતુ આ ઉપરાંત બાહ્ય વિષયનું પણ આંતરિક જ્ઞાન પ્રજ્ઞા દ્વારા મળી શકે એમ એ માનતો નથી.
આવા અધુરા જ્ઞાનને લીધે સૌથી પહેલાં “ શાસનકર્તાઓ તથા તેમના સહાયકો વચ્ચે અંદર અંદર એકબીજા સાથે મતભેદ ઉત્પન્ન થશે. ૯૯ આથી સામ્યવાદને અંત આવશે, અને ગુલામીની પ્રથાની શરૂઆત થશે.” એટલે કે “આદર્શ નગર રાજ્ય અને માત્ર મૂડીના ધારણ ઉપર સ્થપાએલા રાજ્યની મધ્યમાં આ નવા પ્રકારનું રાજ્ય આવી
૯૯, પરિ-૮-૫૮૫-૨.