________________
આ જ રીતે પ્લેટે એમ પ્રતિપાદન કરે છે કે સૌથી ઉચ્ચતમ–The Idea of Good-ઇષ્ટના તત્વને સાક્ષાત્કાર કર્યા પછી ફિલસૂફ આપણી આ દુનિયામાં આવીને વસીને સમાજનો તથા રાજ્યને તમામ કાર્યભાર ઊંચકવાનો છે. પ્લેટોએ કહ્યું છે કે ઉતરતી પંક્તિની રાજ્યવ્યવસ્થામાં આવા ફિલસૂફ એકાકી જીવન ગાળે છે, પરંતુ એમાં એમના જીવનનું પૂરેપૂરું સાફલ્ય થતું નથી. –એ તે સમસ્ત સમાજ અને રાજ્યને જ્યારે દોરવણું આપે, અને એ રીતે આખા માનવ સમુદાય આગળ, જે આદર્શ નગરરાજ્યને નમૂને હરહંમેશ સ્વર્ગમાં અસ્તિત્વ ધરાવે છે તે અહીં નીચે ઉતારે ત્યારે જ ખરા ફિલસૂફનું જીવન કૃતકૃત્ય થશે. બીજી દષ્ટિએ આપણે એમ કહેવું પડે કે
પ્લેટને ફિલસૂફના આત્માના આંતરિક બંધારણમાં આ રાજ્યની પ્રતિકૃતિ હરહંમેશ પ્રતિબિંબિત થયેલી દેખાય છે, એટલે કે ફિલસૂફને પ્રત્યેક અંશ પિતાનું કામ કરે છે, બીજા અંશનું જે બીજું કાર્ય કે ધર્મ હેય તેની આડે એ આવતું નથી–પ્રત્યેક અંશ પિતાના ધર્માનુસાર કાર્ય કરે છે, અને એ સમસ્ત વ્યાપારમાં પ્રત્યેક અંશ બુદ્ધિના નિયં. ત્રણ નીચે કાર્ય કરે છે–આથી એનું જીવન સંવાદથી ભરેલું રહેશે અને એના શરીરમાં આરોગ્ય અને તાજગી આપોઆપ ઉતરી આવશે તથા એના સમસ્ત જીવનના આવિર્ભાવમાં એના આત્માનું સૌંદર્ય પ્રગટ થશે. અને આ સત્ય, સંવાદ તથા સૌદર્ય એના રાજ્યમાં પ્રતિબિંબિત થશે.
પિતાની કેળવણીની પદ્ધતિને અમલમાં મૂકવા માટે પ્લેટ કહે છે તેમ “પહેલાં તે દસ વર્ષથી ઉપરના તમામ નગરવાસીઓને તેઓ (પરિ. ૩–૫૪) નગર બહાર કાઢશે અને માબાપની ટેવોની અસરમાથી જે મુક્ત હોય તેવાં બાળકોને તેઓ હાથ પર લેશે. તેમની પિતાની ટેવ અને જે કાયદાઓ આપ્યા છે તે અનુસાર તેમને શિક્ષણ આપશે. આ રીતે જે રાજ્ય તથા બંધારણ વિશે