________________
૭૭:
એટલે એ વધારે હોંશિયાર તેટલે એ વધારે હાનિકારક બને છે.૩
આવા લેને એમની યુવાવસ્થાના દિવસોમાં જ વાઢ મૂક્યો હોય તે શું – ઈન્દ્રિયપભેગે, જે ઘંટીનાં પૈડાંની જેમ એમને જન્મથી જ વળગાડવામાં આવ્યાં હતા અને જેને લીધે તેમનું અધઃપતન થયે જાય છે, અને અધમ વસ્તુઓ પ્રત્યે એમના આત્માની દૃષ્ટિ વળે છે, તેમાંથી એમને અળગા કરવામાં આવે ... આ અંતરાયોમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હોત અને એનાથી વિરુદ્ધ દિશાએ તેમને વાળવામાં આવ્યા હોત, તે જે વસ્તુઓ તરફ અત્યારે તેમની દષ્ટિ ઢળેલી છે તે વસ્તુઓને જેટલી તીણ નજરથી તેઓ જોઈ શકે છે, તેટલી જ તીણતાથી તેઓ પિતામાં રહેલી એ ને એ શક્તિ દ્વારા સત્યને જોઈ શકત.”૯૪
વેટેને આ પ્રશ્ન હજી અઢી હજાર વર્ષ પછી પણ અણઉકલ્યો રહ્યો છે. “કારણ કાળ માછલીની છીપ સવળી કે અવળી નાંખીએ એના જેવી કંઈ શિક્ષણની પદ્ધતિ હોઈ ન શકે. સાચી શિક્ષણ પદ્ધતિમાં તો સામાન્ય-રાત્રિકરતાં જે જરા પણ વધારે–પ્રકાશમય– નથી એવા દિવસમાંથી નીકળી, સતના ખરેખરા દિવસ પ્રત્યે આત્મા જાય એવું તેનામાં પરિવર્તન કરવાનું છે. આનું નામ જ નીચેની ભૂમિકા પરથી સાધેલી ઊર્ધ્વ ગતિ.”૯૫ - સાચા શિક્ષણનું મુખ્ય ધ્યેય આ જ હોઈ શકે કે માનવ મન વધારે વિશાળ બને, સ્વાથ ન રહે, અને પિતાની જાતને એવી બનાવે કે આખા સમાજને અથવા દેશને કે માનવજાતને પિતામાં સમાવી શકે. આ આદર્શ માનવસ્વભાવનું સંપૂર્ણ પરિવર્તન માગી લે છે, એટલે કે માણસમાં અત્યારે જે ચેતના છે, તેના
૯૩. પરિ. ૭-૫૧૮૬
૯૪. પરિ, –૫૧૯. - ૯૫. પરિ. ૭-૫૨૫,