________________
કરતાં કોઈ બીજી જ ચેતના ઊગે જેથી અત્યારની ચેતનાના તમામ આવિર્ભાવ અને ખેંચતાણ. સાપની કાંચળી ઉતરી જાય તેમ આપઆપ ખરી પડે !
આવું રૂપાંતર સાધવા માટે લેટ કેળવણીની શરૂઆત નાનપણથી જ કરે છે. પુસ્તકની મુખ્ય દલીલ “ધર્મ એટલે શું?” અને ધર્મ અને સુખી જીવન વચ્ચેનો સંબંધ કેવો છે”—તે વિશે વિચાર કરતાં, વ્યક્તિગત જીવનમાં ધર્મની માત્રા જલદીથી મળી ન ન આવે, તે રાજ્યના બંધારણમાં ધર્મ જલદી જડી આવે તેથી
પ્લેટે આદર્શ રાજ્ય ઘડે છે, અને આદર્શ રાજ્યના શાસનકર્તાઓ કેવા હોવા જોઈએ તે પ્રશ્નને અનુલક્ષીને લેટ કેળવણીની પદ્ધતિનું નિરૂપણ કરે છે. શરૂઆતના પરિચયમાં આવેલી કેળવણીની ચર્ચા કામચલાઉ છે, તેની સમસ્ત રૂપરેખા સાતમા પરિચછેદમાં આપણને મળી આવે છે. શિક્ષણની શરૂઆત નાનપણથી થાય છે, જે બાળકે બહુ જ બુદ્ધિશાળી હોય, અને જેમનામાં પ્રાણનું તત્ત્વ પણ બળવાન હોય તેવાં બાળકોને પોતાના ગામથી કયાંય દૂર લઈ જવામાં આવે, અને સામાન્ય જીવનના વ્યવહારમાં સત્તર વર્ષ સુધીમાં આગળ ઉપર જે જે સિદ્ધાતોનું એણે “જ્ઞાન” પ્રાપ્ત કરવાનું છે તે સાથે પરિચય પૂરો કરવાનો હોય છે કે જેથી ભવિષ્યમાં જ્યારે એના તાત્વિક સિદ્ધાન્તનું બુદ્ધિગમ્ય જ્ઞાન થાય ત્યારે તે સિદ્ધાન્તોને એ પોતાના જુના મિત્રો તરીકે ઓળખી શકે, અને નવેસરથી બુદ્ધિની ઉચ્ચતર ભૂમિકા ઉપર તેમની સાથે સંબંધ બાંધી શકે. પછી સત્તર થી વીસ વર્ષના ગાળામાં શારીરિક વ્યાયામ કરવાનો હોય છે, ત્યાર બાદ વીસ થી ત્રીસ વર્ષ સુધી “અગાઉના શિક્ષણ ક્રમમાં જે વિજ્ઞાનની શાખાઓ તેમને કોઈ વિશિષ્ટ વ્યવસ્થા સિવાય શીખવાડવામાં આવી હોય તે બધાને હવે સમન્વય કરવામાં આવશે, કે જેથી સત્ય સત સાથેને તથા અન્ય શો નગિક સંબંધ છે તે તે જોઈ શકશે.” ત્રીસ વર્ષ પછીનાં