________________
૬૭
તથા કામનાં તત્ત્વા જો બુદ્ધિતત્ત્વનું નિય ંત્રણ સ્વીકારે, તે। જ સમાજમાં પણ ધનિષ્પન્ન થાય.
વ્યક્તિ અને સમાજ વચ્ચેનું સામ્ય આ રીતે આખા પુસ્તકમાં સમાન્તર ચાલ્યું આવે છે. જો વ્યક્તિમાં બુદ્ધિનું અંગ અત્યંત લઘુ છે, તે સમાજમાં પણ શુદ્ધ બુદ્ધિને કેળવીને ફિલસૂફીને અભ્યાસ કરનારાએ બહુ વિરલ જ હાવા જોઈ એ. અને વ્યક્તિગત આત્મામાં પ્રાણનું તત્ત્વ કાઈ વાર જેમ બુદ્ધિ સાથે એકરૂપ થઈ રહે છે, અને વળી કાઈ વાર બુદ્ધિના આદેશની વિરુદ્ધ જઈ કામના તત્ત્વનું દાસ થઈ રહે છે, તેમ સમાજમાં પણ પ્રાણુના સીધા કે અવળા વ્યાપારથી સદ્ગુણુ કે દુર્રા ઉત્પન્ન થાય છે. બુદ્ધિ કરતાં પ્રાણના તત્ત્વનું પ્રમાણ શું વ્યક્તિમાં કે સમાજમાં જરા વધારે હાય છે, જ્યારે તેમાં કામનું અંગ બહુ મોટું હોય છે. સામાજિક બંધારણની દૃષ્ટિએ આના અર્થ એમ થાય કે આડી અવળી ગમે તેવી ઇચ્છાઓથી તણાઈ જનાર માણસાની સંખ્યા સમાજમાં ધણી માટી રહેવાની અને આવી વ્યક્તિમાં પેાતામાં બુદ્ધિનું તેજ બહુ ઝાંખુ હાવાને લીધે, સમાજના ભલાના અર્થે તેમને ફિલસૂફ નિયયંત્રણ નીચે મૂકવા જેઈ એ.
( * ૧૮ ) પ્લેટોની વર્ણ વ્યવસ્થા
આવી વિચારસરણીને લીધે સામાજિક બંધારણમાં વ વ્યવસ્થા હોવી જોઈ એ એવા સિદ્ધાન્ત પર છેવટે પ્લેટા આવે છે. આપણે ઉપર જોયું તેમ વ્યક્તિગત ચિત્તના જુદા જુદા શેનું સમાજના ચિત્રપટ પર આરેાપણુ કરવામાં આવે છે, અને પ્લેટા પાસે આદ સમાજ રચવાની આથી વધારે સારી પદ્ધતિ નથી. જો વ્યક્તિગતચિત્તના મુખ્ય ત્રણ અંશ છે, તે સમાજમાં પણ ત્રણ મુખ્ય નાતા હોવી જોઈ એ. અહી વ્યક્તિગત ચિત્તના ત્રણ ભાગ સાથે શ્રમવિભાગને {Division of Labour ) સિદ્ધાન્તનું સ્વરૂપ આપીને જોડવામાં