________________
વ્યવસ્થા સુપ્રત કરવી જોઈએ, અને તો જ સમાજ સમસ્તમાં ધર્મ વસે અને તમામ પ્રકારની અવ્યવસ્થાનો અંત આવે. આવા ફિલસૂફોમાં જરા પણ સ્વાર્થની વૃત્તિ નહિ હેય, તેઓ માત્ર શુદ્ધ ત્યાગનું જીવન ગાળતા હશે. આવી વ્યક્તિઓએ પોતાના જીવનનું સાર્થક્ય કર્યું હશે, તેથી સામાન્ય રીતે રાજ્યને ભાર વહન કરવાની તેમનામાં જરા પણ મહત્ત્વાકાંક્ષા નહિ હોય અને છતાં રાજ્યની ધુરા ઊંચકવાની તેમને ફરજ પાડવી જોઈએ એમ પ્લેટે જણાવે છે. આથી અત્યારે જેમ સત્તા કે પદવી મેળવવા લેકે પડાપડી કરે છે, તેમાં આદર્શ સમાજના લેકમાં ઉલટા રાજ્યકારભારને બોજો પિતા પર ન લેવા માટે એક બીજા વચ્ચે હરિફાઈ થશે.૮૪
' (૧૯)
હવેટેનું આદર્શ નગર) પ્રાચીન ગ્રીસમાં નગર રાજ હતાં તેથી પ્લેટ પણ એક નગરને એક સજ્ય ગણે છે. આપણે જોયું તેમ આદર્શ નગર રાજ્યમાં માત્ર ફિલસૂફ જ રાજ્ય કરશે, અને તેમાં ચાર જ્ઞાતિઓ હશે. પહેલી “સેનાની” એટલે ફિલસૂફો કે શાસનકર્તાઓની, બીજી “રૂપાની” તે શાસનકર્તાઓના મદદનીશાની, ત્રીજી પિત્તળની' અને છેલ્લી લેઢાની. પરંતુ આ ઉપરાંત બીજી ઘણી વિશિષ્ટતાઓ ટેના આદર્શ નગરમાં છે. ઉ.ત. માત્ર શાસનકર્તાઓમાં જ નહિ પણ સમસ્ત નગર રાજ્યમાં લેકે “મારું તારું” કરતા નહિ હોય ૮૫ માનવસ્વભાવમાં જે સ્વાર્થને અંશ રહેલો છે તેને આદર્શ નગરમાં કશું સ્થાન નહિ મળે. આથી વ્યક્તિગત સ્વાર્થને પિષે તેવી તમામ સામાજિક સંસ્થાઓ આદર્શ નગર રાજ્યમાંથી નાબૂદ કરવામાં આવશે, અને આમાં પહેલી કુટુંબની સંસ્થા હોમવામાં આવે છે. માણસમાં કૌટુંબિક પ્રેરણા સાહજિક છે કે
૮૪. આ શો હેના જ છે. જુઓ પ૨૦-૫૨૧ (ખાસ કરીને ૫૨૦૩) ૮૫. જુઓ ૪૬૨.