________________
બહાર રહી ગઈ લાગે છે. સામુદાયિક લગ્નો કેટલે કેટલે અંતરે થવાં જોઈએ તેને કાળ વસ્તીનું પ્રમાણ જોઈને શાસનકર્તાઓ નકકી કરશે. તથા જે યુવાન, સશક્ત શુરવીર અને ગુણસંપન્ન હશે તેવા પુરુષને સ્ત્રીઓ સાથે મળવાની તક વધારે આપવામાં આવશે. આ ઉપરથી એક જ પુરુષ ઘણી સ્ત્રીઓ સાથે લગ્નસંબંધમાં જોડાય તો પ્લેટને કશો વાંધો નથી એમ લાગે છે. અમુક નિશ્ચિત ઉંમરનાં સ્ત્રી-પુરુષોને જ સંબંધમાં જોડાવાને હક્ક રહે છે, પરંતુ સામુદાયિક લગ્નના મુકરર કરેલા દિવસોમાં, અથવા નિશ્ચિત ઉંમર કરતાં નાની કે મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષ વાસનામાં તણાઈને જે એક બીજાના સંબંધમાં આવે, તે તેમાંથી ઉત્પન્ન થયેલા બાળકને જીવવાનો અધિકાર નથી એટલું જ નહિ પરંતુ આદર્શ નગરરાજ્યને નિયમ અનુસાર કોઈ નિર્બળ કે રેગિષ્ટ બાળકનો જન્મ થયો હોય તે તેવાને પણ પ્રાચીન
સ્પાર્ટીમાં રિવાજ હતો તે મુજબ શાસનકર્તાઓ નિર્જન વેરાનમાં મૂકી આવશે એમ તે કહે છે. બાળકે અને સ્ત્રીઓ પ્રત્યેનું ગ્રીક લેકેનું દૃષ્ટિબિંદુ જરા પણ લાગણીવેડાથી ભરેલું નહોતું, આથી જેમ પ્રાચીન ગ્રીસમાં માનવ સૌંદર્યનું ધોરણ પુખ્ત ઉંમરે પહોંચેલી યુવતીમાં નહિ પણ યુવાવસ્થાએ પહોંચેલા પુરુષમાં વ્યક્ત થતું મનાતું, તેમ નાનાં બાળકોને ગ્રીક લેકે સ્વર્ગના ફિરસ્તાઓ માનતા ન હતા અને પ્લેટની ફિલસૂફી આવા ગ્રીક ધોરણને બરાબર બંધબેસતી થઈ રહે છે. કારણ આ જન્મ પહેલાં આત્માએ મૂળભૂત તને અપક્ષ અનુભવ કરેલે, એ કોટિમાંથી આત્માને આ દુનિયામાં જન્મ લેવો પડે છે તે એક પ્રકારની મ્યુતિ છે, અને આમાંથી જે માણસે ઉગરવું હોય, તે તેણે માત્ર જ્ઞાન મેળવવું જોઈએ. પરંતુ બાળકોમાં કોઈ પણ જાતનું જ્ઞાન તે નહિ પરંતુ “અભિપ્રાય” પણ હોતો નથી, માત્ર વિમૃતિ હોય છે. આથી પ્લેટની દષ્ટિએ બાળકની સ્થિતિની કંઈ અદેખાઈ કરવા જેવી નથી. પ્લેટ ઘણી જગ્યાએ બાળકે, સ્ત્રીઓ, ઘરના નોકરે કે ગુલામને એક સાથે મૂકીને તેમને