________________
તત્રયીની પ્રસ્તાવના
પિતાના શિષ્યને આપેલ છે. તે જ્ઞાન પણ પ્રાયે ઘણુ કાળ સુધી મુખ પરંપરથીજ ચાલતું રહેલું જણાય છે, પરંતુ સર્વનું જ્ઞાન સંપૂર્ણ તે કોઈ કાળે પણ પુસ્તક પર ચઢેલું જણાતું નથી, અને કોઈ કાળે ચઢવાનું પણ નથી એ નિર્વિવાદ જ છે. પરંતુ આ અવસર્પિણમાં છેલ્લા તીર્થકર શ્રી મહાવીર ભગવાન મેક્ષે ગયા ત્યાર બાદ ૯૮૦ વર્ષ પછી તેમનું બતાવેલું-અધ્યાત્મિક જ્ઞાન, તેમજ અતિપ્રાચીન ઇતિહાસનું જ્ઞાન, વિમૃત થતું જોઈ–બહેન જ્ઞાની સાધુઓ એ સર્વાની પરંપરાના શિષ્યોને એકત્ર કરીને, તેઓની પાસેથી જેટલું જેટલું મેળવતા ગયા, તેટલું પાનાં પુસ્તક પર ચઢાવી દેવાને જ પ્રયત્ન કરેલ છે. પરંતુ પિતાની નવીન કલ્પનાને એક અંશ માત્ર ઉમેશ કરેલે નથી તેથી જ તે . પૂર્વાપર વિધ રહિત લખાયેલું છે. આજકાલ સત્ય તત્વોની શેધળમાં લાગે લા–પાશ્ચાત્ય વિદ્વાને સર્વના અધ્યાત્મિક જ્ઞાનને તે સત્યકારજ બતાવી રહ્યા છે. પરંતુ કેટલાક વિદ્વાને-મોટાં મોટાં વૈદિક પુરાણ જોઈને, સર્વજ્ઞોએ બતાલે ટુક ટુંક સ્વરૂપને-અતિ પ્રાચીન ઇતિહાસ દેખી, શંકાશીલ થઈ રહેલા જોઈને મેં જૈન-વૈદિકને કેટલાક ઈતિહાસ તુલનાત્મક સ્વરૂપને લખીને બતાવ્યું છે, તે જોઈને તેમને નિશક્તિ થવાની ભલામણ કરુ છુ.
હવે કેટલીક નહી જેવી પરચૂરણ બાબતે પણ જેન-દિકમાંની વિચાર કરવાને લખી બતાવું છું–
સર્વરાએ સૂક્ષમ અસંખ્ય અથવા અનંત જીવથી, વ્યાપ્ત થતા અથવા થઈ રહેલા, કેટલાક પદાર્થો પિતાના જ્ઞાનમાં દેખી તેવા વિશેષ પાપથી વિવેકી પુરૂષને બચાવવા તેનું પણ સ્વરૂપ બતાવતા ગયા છે, અને તેવા પાપથી ફૂર રહેવાને ઉપદેશ પણ કરતા ગયા છે. જેમ કે –
मद्य मांसे मधुनि च नवनीते तक्रतो बहिति। उत्पद्यते विपद्यते सुसूक्ष्मा जंतुराशयः ॥ १॥
ભાવાર્થ–મધમાં (મદિરામાં), માંસમાં, મધમાં, અને છાસથી બહાર કાઢયા પછી માખણમાં, પણ સૂક્ષમ અસંખ્ય છ શૈડા થોડા વખતમાં ઉત્પન્ન થતા રહે છે, અને મરણ થતા પણ રહે છે. અર્થાત સૂક્ષમ છને ઉત્પન્ન થવા માટે, અને નાશ થવાને માટે, એક સ્થાન જ બની રહે છે. તેથી સાધુઓને તે સર્વથા ત્યાગજ કરવાને ઉપદેશ કરી ગયા છે. અને વિવેકી ગૃહસ્થને તે વિશેષ પાપથી બચાવવા વિવેકપૂર્વક સમજૂતી આપવાનું બનાવતા ગયા છે. પણ તેમના પર હુમલે કરવાનું બતાવતા ગયા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org