________________
૩૯૫
noonnonvarannan innom
પ્રકરણ ૪૧ મું. વિચાર વિના સત્ય હાથમાં ન આવે.
श्रोतव्ये च कृतौ कौँ, वाग् बुद्धिश्च विचारणे। यः श्रुतं न विचारेत स कार्य विंदते कथं ॥२०॥
ભાવાર્થ-સાંભલવાને માટે બે કાને મલેલા છે. તેમજ-જૈન, વૈદિક અને બૌધ્ધ એ ત્રણ આર્ય ધર્મનાં વા એટલે શાસ્ત્ર પણ વિદ્યમાન છે. તેમજ વિચાર કરવાને બુદ્ધિ પણ મલેલી છે. અને એ ત્રણે શાસ્ત્રકારેના મતમાં કેટલાક મતભેદે પડેલા નજરે પડે છે. તે સાંભળીને જે સત્યાડ સત્યને વિચાર નથી કરતા તે સત્ય તને કેવી રીતે મેલવી શકવાનાં છે? બીજા બધા મતે સ્વતંત્રતાના નથી પણુ તેમના ફાંટા રૂપના છે. તેથી જ એ ત્રણેમાં તપાસવાનું જણાવેલું છે.
જેનો પિતાના શાસ્ત્રની પ્રવૃત્તિ સર્વજ્ઞ પુરૂષથી થએલી માને છે અને વાસ્તવિક રીતે છે પણ તેમજ વૈદિક અને બૌદ્ધ ધર્મ વાલા મૂલમાં સર્વત્તને ઇનકાર કરીને બેઠેલા છે તેથી તેમના શાસ્ત્રોના લેખમાં એકજ વિષયમાં અનેક મતભેદે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તેથી તેમનામાં થયેલા મતભેદ બતાવી રોગ્ય વિચાર કરવાની તક આપવાના માટે આ અમારો પ્રયાસ છે.
પ્રત્યક્ષ વિરૂદ્ધના લેખે વેદના પણ કેમ ન વિચારવા ? બુદ્ધિમાના માટે નીતીમાં કહ્યું છે કે – केवलं शास्त्र माश्रित्य न कर्तव्यो विनिर्णयः
युक्तिहीनविचारेतु धर्महानिः प्रजायते ॥१॥ * ભાવાર્થ. કોઈપણ વાતને કે તત્વનો જ વિચાર કરે છે તે પ્રથમ પિતાના સૂમ બુદ્ધિથી વિચાર કર્યા વગર કેવલ શાસ્ત્રના લેખ માત્રથી પિતાને નિર્ણય કરી લે નહિ. કારણ તે શાસ્ત્રનું કથન જો પ્રત્યક્ષમાં યુતિથી હીન– વિચાર વાતું હોય, તેમજ લોક વ્યવહારથી પણ વિરૂદ્ધ વિચાર વાલું હોય તે, તેવા શાસ્ત્રથી આપણને ધર્મની પ્રાપ્તિ ન થતાં ઉલટી ધર્મની હાનિજ થાય. માટે આ સર્વ સાધારણ નીતિને આપણા મનમાં ઠસાવ્યા પછી, પોતાના મતને દુરાગ્રહ દૂર રાખી મધ્યરથ બુદ્ધિથી વિચાર કરતાં અને તે તે શાસ્ત્રના વિચારમાં ઊતરતાં જ આપણને સત્ય કથાઓને કે સત્ય તને સાર સહજ મલી આવે છે.
સ્વભાવથી ઉત્પન્ન અને નાશ થતા પદાર્થોને ફેર બદલ કરવાને
સમર્થ કેણ છે ? રકંદપુરાણ. ખંડ ૧ લો. અધ્યાય ૧૪ . પત્ર ૧૦૫ માં જુઓ–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org