________________
પ્રકરણ ૪૩ મું હિંસકવેદને સત્ય મનાવવાનાં ફફાં ૪૫૩ પૂર્ણ જ્ઞાન વિના ઇછિત ઉદ્દગારમાં સત્યની આશા શી? આર્યોના તહેવારોને ઈતિહાસ પૃ.૩૮ થી–
આપણી ચાલુ સ્થિતિ ધ્યાનમાં લઇએ એમ જણાય છે કે બીજાં સુધરેલાં રાષ્ટ્રા સાથે સરખામણિ કરતાં-સાંપત્તિક દષ્ટિથી આપણે બહુ પડતી સ્થિતિમાં છીએ. બીજી બાબતે (તત્વજ્ઞાન, ધ, શાસ્ત્રીયજ્ઞાન) માં પણ આપણી સ્થિતિ સંતેષકારક નથી. એનું કારણ એટલું જ કે આપણે આપણી પિતાની દષ્ટિને ઉપયોગ ન કરતાં પુરાતન કાલમાં થઈ ગએલા-ઋષઓ, સૂત્રકારે, અને સ્મૃતિકાની દષ્ટિને ઉપયોગ કરીએ છીએ. ઋતિકાર, શ્રુતિના મંત્ર દ્રષ્ટા, સૂત્રકાર, પુરાણકાર, અને ઇતિહાસકારમાં-પગલે પગલે મતભેદ હોવાનું જોવામાં આવે છે. એનું કારણ એટલું જ છે કે તે જે જે કાલમાં થઈ ગયા તે તે કાલને અનુસરીને તેમના વિચાર હતા. પરંતુ આપણે તેને ખ્યાલ ન કરતાં રૂઢી પરત્વે જે મતે આપણે ગ્રહણ કર્યો છે તેને જ વળગીને રહેવાને યત્ન કરીએ છીએ.
બે હજાર વર્ષ પહેલાનું નાણું આજે કેવી રીતે ચાલશે? શેખ ખાતર તે સંઘરવું, અથવા ઐતિહાસીક દષ્ટિએ તે મહત્વનું છે એમ સમજીને તેને પાસે રાખવું એ વિષે કઈ ના નથી કહે તું પરંતુ આજે તે ચલાવવાની ખટપટ કરવા એ તદ્દન દુરાગ્રહ છે. જે પ્રમાણે કનિષ્કનું નાણું શિવાજી મહારાજની કારકીર્દીમાં ચાલવું શક્ય ન હતું તેજ પ્રમાણે શિવરાઈ નાંણું આજે ચાલે એ બનવા જોગ નથી. સ્મૃતિમાંના કાયદાઓની પણ એવી જ સ્થિતિ સમજવી. પૂર્વની સ્થિતિ ફરીથી પ્રાપ્ત કરી લેવી એજ પરમધ્યેય છે એવું કહેનારા ભવિગની મહત્ત્વા કાંક્ષાને જુદા પ્રકારનું જ વલણ આપે છે, એમ મેટી દીલગીરી સાથે કહેવું પડે છે. શ્રુતિ સ્મૃતિમાંથી આધાર આપીને તેને માટે નકામી માથા કુટ કરવી તેના કરતાં સ્વાનુભવ અને દેશને ઈતિહાસ શું કહે છે તેને વિચાર કરે એજ વધારે ફાયદાકારક છે. જેનાં દડાંને થીંગલાં લગાડને તેનું મૂલ સ્વરૂપ પણ બદલી નાખ્યું એ શું બશ થયું નથી ? એ પ્રમાણે વતીને જ પૂર્વજોનું અભિમાન રાખવું જોઈએ એમ કહેનારા આપણા હિંદુ ભાઈઓની સ્થિતિ ખરેખર દયાજનક છે જુનાને માન આપવું ખરું પરંતુ નવામાંથી
ગ્ય વસ્તુ લેતાં શરમાવવું ન જોઈએ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org