________________
४६४
ત-તંત્રયી–મીમાંસા.
'ખંડ ૧
ગીતાના રચનારને થયે હતે. ખ્રિસ્તી સંવત્ શરૂ થયા પછી ભગવદગીતા રચાઈ હતી. એ મતના ટેકામાં ડેવિસ સાહેબ ત્રણ દલીલ આપે છે.
૧ કૃષ્ણની પરમેશ્વર તરીકે પૂજા. મહાભારતના વિશેષ પ્રાચીન ભાગમાં એવા પૂજા જોવામાં આવતી નથી. શિશુપાલ જે પુરૂષ એની પૂજ્યતા વિષે ચિક અનાદર દર્શાવે છે, અને જે કે ભીમ એની પૂજ્યતા સિદ્ધ કરવાને પ્રયત્ન કરે છે તો પણ શિશુપાલના વિચારનાં માણસો પણ તે વખતે ચેડાં નહી હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે.
વળી, કૃષ્ણ પિતજ પરમેશ્વર તરીકે મહાદેવની અને બ્રહ્માની પૂજા કરે છે. સઘળી વસ્તુઓને ઉદ્દભવ એનાથી થાય છે એવું કૃષ્ણને વિષે મહાભારતમાં કઈ કઈ સ્થળે કહેવામાં આવ્યું છે ખરું, પણ જ્યાં જ્યાં એવા ફકરાઓ જોવામાં આવે છે ત્યાં ત્યાં એવું લાગે છે કે એ ફકરાઓ મહાભારતમાં પાછળથી ઘુસાડી દેવામાં આવેલા.
કૃષ્ણની પરમેશ્વર તરીકેની પૂજા ખરેખરી પુરાણમાંજ જોવામાં આવે છે. ભાગવતપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુપુરાણ એ ગ્રંથમાંજ એને પરમેશ્વર તરીકે વર્ણવ્યું છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે ભગવદ્ ગીતાને ગ્રંથ પુરાણના ગ્રંથ જે વખતે રચાયા તે અરસામાંજ રચાયે હોવા જોઈએ.
- ૨ પુરાણની અંદર દેવતાઓનાં જે ચિન્હ અને સાહિત્ય ગણાવવામાં આવ્યાં છે તેજ ગીતાના દશમા અધ્યાયમાં ગણાવવામાં આવ્યાં છે –
સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયેલ ઉચ્ચ શ્રવણ નામને ઈદ્રને ઘડે, વરૂણ જેના ઉપર સ્વાર થાય છે અને કામદેવ જેને પોતાના વિજ ઉપર ધરી રાખે છે તે મકર, ઈદ્રને હાથી અરાવત, વિષ્ણુ જેના પર સ્વાર થાય છે તે વૈનતેય—એ સવ પૌરાણિક મહત્વનાં પ્રાણીઓને ગીતામાં ગણાવવામાં આવ્યાં છે. વળી મહાભારતના નપાખ્યાનમાં વરૂણને સમુદ્રના રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે, ત્યારે ગીતામાં તેને માત્ર જળચર પ્રાણીઓને સરદારજ કહેવામાં આવ્યો છે.
ભૂતેની પૂજા ઉપરથી પણ પુરાણના સમયનું જ સૂચન થાય છે. વળી, સામવેદને સઘળા વેદમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે તે પરથી જણાય છે કે યજ્ઞને પ્રસંગે સામવેદના મંત્રે ભણવામાં આવતા હશે એવા સમયમાંજ-એટલે મનુના પછી લાંબો વખત રહીને-ભગવદ્ ગીતા રચાઈ હેવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org