________________
૫૬
તવર્ષી-મીમાંસા.
॥ ૐ ન મા સંગ્ર
|| મધ્યસ્થવાદમાલા તૃતીય પુસ્તક ।।
દર્શન અને અનેકાંતવાદ
આરભિક નિવેદન.
ભારતીય આસ્તિક દનામાં અનેકાંતવાદ ને મુખ્યસ્થાન દેતા હુવા જે દર્શનમાં અધ્યાત્મ તત્ત્વાના સુવ્યવસ્થિત વિચાર કરવામાં આવ્યે છે. તે દર્શન જૈન દર્શનના નામથી પ્રસિદ્ધ છે આજ અમે અમારા મધ્યસ્થ પાઠકેાને જૈન દર્શનના તેજ અનેકાંતવાદના કાંઇ પરિચય આપવાના પ્રયત્ન કરીએ છિએ.
ખંડ ૨
અમારા વિચારામાં ભારતીય પ્રાચીન તથા અર્વાચીન કેટલાએક દાનિક વિદ્વાનાએ જૈનન દર્શનના અનેકાંતવાદનુ જે સ્વરૂપ સભ્ય સંસારના સન્મુખ રાખ્યુ છે તે તેનું યથાર્થ સ્વરૂપ નથી. તેમને અનેકાંતવાદનું સ્વરૂપ પ્રદન અને તેની પ્રતિવાદાત્મક આલેચના કરવાના સમયે ઘણું કરીને સાંપ્રદાયિક વિચારાથીજ કામ લીધેલું છે. અર્થાત્ સાંપ્રાદાયિક વ્યામાહ ના કારણે જ કેટલાએક વિદ્વાનાએ અનેકાંતવાદ્યને સંદિગ્ધ તથા અનિશ્ચિતવાદ કહીને તેથી પદા નિ યમાં સર્વથા અનુપયેગી અને ઉન્મત્ત પુરૂષોના પ્રલાપ કહીને બતાવ્યે છે (૧) પરંતુ અમારી ધારણા તેના પ્રતિકુલ છે. અમારા વિચારમાં તે અનેકાંવાદના સિદ્ધાંત ઘણાજ સુવ્યવસ્થિત અને પરિમાર્જિત ( અતિસુનશ્ચિત ) સિદ્ધાંત છે. એને સ્વિકાર માત્ર જૈન દનમાંજ નથી કર્યાં કિંતુ અન્યાન્ય દર્શન શાસ્ત્રોમાં પણ ઘણી પ્રૌઢતાથી સમન કરેલ છે. અનેકાંતવાદ વસ્તુથી અનિશ્ચિત તેમજ સિંદિગ્ધવાદ નથી. કિંતુ વસ્તુ સ્વરૂપના અનુરૂપ સર્વાંગ પુ એક સુનિશ્ચિત સિદ્ધાંત છે. એજ વિષયમાં અમે પેાતાના પર્યાલાચિત વિચારોને મધ્યસ્થ પાઠકાના સમક્ષ ઉપસ્થિત કરિએ છિએ આશાછે કે પાઠકગણ અમારા વિચારીને નિઃપક્ષપાત પણાથી વિવેક દ્રષ્ટિથીજ અવલેાકન કરવાની કૃપા કરશે
Jain Education International
૧--જીવેા બ્રહ્મસૂત્ર–રાર–૩૩ ના શંકરભાષ્ય, વિજ્ઞાન ભિક્ષુને વિજ્ઞાનામૃત ભાષ્ય, અને રામાનુજાચાય ના શ્રીભાષ્ય આદિ ગ્રંથાના ઉલ્લેખ. એમના લેખપર જે કાંઇ વક્તવ્ય હશે તેને વિચાર આંતના પરિશિષ્ટ પ્રકરણમાં કરીને બતાવીશુ.
For Personal & Private Use Only
www.jainelibrary.org