________________
mmmmm
પ્રકરણ ૩૭ મું. જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતે. ઉપર
જૈનધર્મના સિદ્ધાન્ત.' EL (Dr, Helmuth Von Gläsenapp.)
March. 1995.' ' (ઉં. હેમુ ફેન ગ્લાસનઆથ, બલિમ) હિંદુસ્તાને ત્રણ મોટા ધર્મ આપ્યા છે. હિંદુ, બોદ્ધ અને જન. પહેલા બે ધર્મોની તુલનામાં જનધર્મ વિષે આજ સુધી યુરેપને બહુ થોડીજ માહિતિ છે. અને છતાંયે એને વિષે માહિતિ મેળવવાની જરૂર છે કારણકે ઘણું કરીને એ સૌથી પ્રાચીન આર્ય તાત્વિક દર્શન છે. અને પિતાની જન્મભૂમિ માં લગભગ ફેરફાર પામ્યા વિના આજ સુધી સચવાઈ રહ્યો છે. જૈન ધર્મના સ્થાપનાર પાર્શ્વનાથ (તેમના શાસનની અપેક્ષાએ) ક્રાઈસ્ટ પૂર્વે (લગભગ) ૮૦૦ વર્ષ ઉપર થઈ ગયા હતા અને એને આજના સ્વરૂપમાં મુકનાર સુધારક મહાવીર તે બુદ્ધના સમયમાં એમનાથી જરાક આગળ અને આપણા ઈસ્વીસન ની પૂર્વે છઠ્ઠા સકામાં થઇ ગયા હતા. એમની જન્મભૂમિ હિંદુસ્થાનની ઈશાનમાં આવેલા બિહાર પ્રદેશમાં છે અને તે પ્રદેશમાંથી જૈનધર્મ સત્વર વિસ્તરીને આખા ગંગા પ્રદેશમાં ફરી વળ્યો. એના ખિલતા જુગમાં–આપણા આશરે પાંચમાંથી બારમા સિકા સુધી પછિમ અને દક્ષિણ હિંદુસ્તાનનાં રાજ્યને એ રાજધર્મ બની રહ્યો હતે. બૌદ્ધ ધર્મના લેપ પછી હિંદુ ધર્મે જે ઉછાળે માર્યો તેણે કરીને અને મુસલીમ ધર્મને દબાણ કરીને જૈનધર્મને સખ્ત હાનિ થઈ એના સામેની બધી વિરૂદ્ધતાઓ છતાં આજસુધી એણે પોતાની જીવનશકિત સાબીત કરી બતાવી છે. એક સમયના પ્રબળ બૌદ્ધ ધર્મને આજે હિંદુસ્તાનમાંથી લગભગ લેપ થઈ ગયો છે. ત્યારે જૈનધર્મના વાવટા નીચે હજુ યે બાર તેર લાખ અનુયાયીઓ છે અને તે મોટે ભાગે વેપારી વર્ગના છે. . ! ! !
જૈન ધર્મમાં જે વિશેષતા છે તે માત્ર ઐતિહાસિક નહિ પણ દા નિક પણ છે. જેને લોકોએ સર્વ વિષય સંબધે આધ્યાત્મિક દર્શન રચ્યાં છે અને એ દર્શનનું વસ્તુ અને તેની પરિભાષા જતાં આપણને ખાત્રી થાય કે દાર્શનિક પ્રદેશમાં ઉભા રહી વિચાર કરનાર ફળદ્ર ભારતીય આત્માની લિ. સિદ્ધ અને વિશેષ પ્રકારની એ સૌ રચના છે.
જૈનધર્મના સિદ્ધાન્ત પ્રમાણે જગત શાંત અને મિચ છે (વર નિત્ય છે અને પર્યાયે અનિત્ય છે.) હિંદુઓની પેઠે જેનો એમ માનતા નથી કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org