________________
૩૫૮ / + પ = તરવત્રયી–મીમાંસા. , ૨ ખંડ. છે. જેનો અનાદિથી અન્ત સુધી કાળના બે પ્રકારે ભાગ પાડે છે અને તે એક બીજાની પાછળ આવ્યેજ જાય છે; ઉત્સર્પિણી અવસર્પિણી ઉત્સર્પિણની શરૂઆતમાં સામાન્ય સ્થિતિ બહુજ ખરાબ હોય છે, પણ તે ધીરે ધીરે સુધરતી જાય છે અને છેવટે સારામાં સારી થાય છે. આ સ્થિતિ આવી ગઈ કે તુરતજ અવસર્પિણીની શરૂઆત થાય છે અને સ્થિતિ બગડવા માંડે છે તે પછી ખરાબમાં ખરાબ થાય છે. . - ૨ કે આ દરેક જુગના પાછા છે છે આરા હોય છે અને એનું કાળપરિણામ ચોકકસ ઠરેલું છે. એમના નામ ઉપરથી તેમાં વર્તનારી વસ્તુસ્થિતિ સમજાઈ જાય છે. સર્વોત્તમ સ્થિતિને જે આ તે સુષમસુષમા કહેવાય છે અને સર્વાધમ સ્થિતિને જે આરો તે દુઃષમ દુષમા કહેવાય. બાકીના જે ચાર રહ્યા તે આ બે નામોના સમાસથી ઓળખાય છે. આ રીતે અવસર્પિણીમાં નીચેના છ આરા આવે છે.
. ૧, સુષમ સુષમા. ૨, સુષમા. ૩, સુષમ દુષમા. ૪, દુષમ સુષમા. ૫, દુઃષમાં અને ૬, દુષમ દુઃષમા.
ત્યાર પછી પ્રવર્તતી ઉત્સપિણમાં એજ આરા ઉલટા ક્રમે ચાલે છે; દુષમ દુઃષમાથી શરૂ થાય છે, સુષમ સુષમાથી અન્ત આવે છે.
ફરીફરીને આવતા આ વિશિષ્ટ જુગને વિગતવાર ને ચેકકસ ઈતિહાસ જૈનોએ લખ્યો છે. જૈનોના આ જગતના ઇતિહાસમાં એક ખાસ વિશેષતા એ છે કે (દરેક ક્ષેત્રના) દરેક જુગના અમુક ચોકકસ કાળમાં ૬૩ શલાકા પુરૂષેજ અવતરે છે, અને તે માણસનું ભાવિ નકકી કરી આપે છે. એ ૬૩ શલાકા પુરૂષ આ પ્રમાણે છેઃ ર૪ તીર્થકરે, તે માણસને મુક્તિનો માર્ગ બતાવે છે; ૧૨ ચકવતીઓ, તે સમસ્ત ભારતવર્ષ ઉપર રાજ કરે છે અને બાકીના તે ત્રણ ત્રણ વીરના ૯ ગણ, તેમાંના બએ શુભ દરેક ચાહવતીનું અને દરેક પ્રકારના વિરનું જીવનચરિત્ર દરેક જુગમાં લગભગ સરખું હોય છે, બધા શલાકા પુરૂષ .અમુક ચેકકસ પ્રકારના હોય છે અને તેમનાં જીવન ચેકકસ રીતે ગોઠવાએલાં હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org