________________
wwww
૪૨૪ તત્વત્રયી-મીમાંસા.
ખંડ ૨ આત્મબળની અને પાશવી બળની એકતા નજ થઈ શકે, કારણ ઈશ્વર અને ચેતનના માર્ગ જુદા છે. - જૈનાચાર્યોએ સ્વેચ્છાનુકૂળ ધર્મ ન બતાવતાં-સમ્યકત્વે ધર્મ દુનીયાને બંતા, એ જૈનોની સત્યનિષ્ઠા અપૂર્વ છે. આદ્ય તિર્થંકરોએ જે શાશ્વત ધર્મ પ્રતિપાદન કર્યું હતું, તેજ ધર્મ દરેક તીર્થકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિગણ આજે પણ ઉપદેશી રહ્યા છે.”
શ્રીયુત ભીંડે મહાશયના મહત્તાપૂર્ણ લેખને તે મેં માત્ર સારાંશજ અને રજુ કર્યો છે. છતાં વાચકે જોઈ શકશે કે તેમની અભ્યાસ દ્રષ્ટિ અતિ નિમળ, નિષ્પક્ષપાત, અને કેઈપણ પ્રકારના વહેમ વિનાની છે, જે જૈનધર્મનું અનુપમ રહસ્ય તેના અનુયાયીઓ પણ બહુ ઓછા પ્રમાણમાં સમજતા હશે, તે રહસ્યની તેઓ ઝાંખી કરી સકયા છે. ખરેખર જૈનધર્મ એ વિશ્વધર્મ થવાને સંપૂર્ણ યોગ્ય છે, માત્ર તેના અનુયાયીઓમાં, પ્રચારકમાં, તેટલું જ બળ સામર્થ્ય અને શ્રદ્ધાં હેવી જોઈએ. જેનસિદ્ધાંતે પણ અજર અમર રહેવાને જ સર્જાયાં છે. માત્ર તેનું સંશોધન કરનાર, રહસ્યપ્રબોધનાર, પુરૂનીજ આજે ખોટ પડી છે. પરમાત્મા શ્રી મહાવીર, જૈનધર્મને વિશ્વધર્મ રૂપે વિશ્વમાં પ્રકાશમાન કરે એજ એક માત્ર પ્રાર્થના છે.
'
,
છે જેનયુગ પુસ્તક ૨ અંક ૭, ૮ ફાગણ ચિત્ર. ૧૯૮૩ શ્રી મહાવીર જન્મોત્સવ ખાસ અંક પૃ. ૩૮૩ થી.
(લેખ દશમે) વર્ધમાન સ્વામીની વ્યવહાર્યતા. (લેખક લક્ષમણ રઘુનાથ ભિડે ર૭ શનીવાર પુના). सिद्ध संपूर्ण भव्यार्थसिद्धः कारणमुत्तमं । प्रशस्त दर्शन शान चारित्र प्रतिपादनं ॥ सुरेन्द्र मुकुटाश्लिष्ठ पाद पन सुकेसरं।
प्रणमामि महावीरं लोक त्रितय मंगलं ॥ આ જિન શાસનની શુદ્ધતા આજે હરકેઈ સ્વીકારે છે, પણ આ શાસન વ્યવહારમાં આચરી શકાય એવું નથી, એમ એક બીજા પ્રકારના આક્ષેપ કેટલાક બુદ્ધિવાદીઓ હવે આગળ મૂકવા લાગ્યા છે. ખરું જોતાં જિનશાસન અબાધ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org