________________
૪૨૮ તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૨ શાસન બીજું કયું છે? એવા શાસનને અવ્યવહાર્ય કહેવું, પિતાની મૃતા અને નબળાઈ બતાવવા જેવું છે. સામાન્ય લકે પુદ્ગલાનંદમાં જ મગ્ન હોય અને તેમને આત્માનંદની વાત ન રૂચે તેથી આત્માનંદ જેવી કેઈ સ્થિતિ નથીજ એમ ન કહી શકાય. આ પ્રયત્નથી આ સ્થિતિ પ્રાપ્ત થાય એમ છે. પ્રયત્ન કરવાવાળા એાછા હોય છે, તેથી આ શાસન અવ્યવહાર્ય નથી થતું.
વીરશાસન સંપૂર્ણ રીતે વ્યવહાર્ય છે, નિષ્કલંક, નિરાબાધ્ય છે, સર્વને માટે સુસાધ્ય છે. એવા શાસનને ય થાઓ. “વર્ધતાં વિનરાવન"
! વેદ મંડલ ૧ લા ના ત્રિવિકમ વિષ્ણુ હિંદ દે. પૃ. ૧૪૩ થી. કમલાશંકરભાઈએ-ત્ર મં, ૧ લાની અને ૭ માની મળીને ત્રિવિક્રમ વિષ્ણુની ચા ૮ ને સાયણ ભાગથી કરી બતાવેલે અર્થ.
હે નરે? વિષ્ણુનાં વ્યાપનશીલ દેવનાં હું વીર કર્મો ઘણા જલદી કહું છું જે વિષ્ણુએ પૃથ્વી સંબંધી રંજનાત્મકક્ષિતિ આદિ ત્રણ લેકના અભિમાની અગ્નિ, વાયુ ને આદિત્ય રૂપ રજનું વિશેષ નિર્માણ કર્યું. વળી જે વિષ્ણુએ ઉપર રહેલા અતિવિસ્તીર્ણ સાથે રહેલા ત્રણ લેકના આશ્રયભૂત-અંતરિક્ષને આધાર તરીકે નિમ્યું, એટલે અંતરિક્ષમાં રહેલા ત્રણ લોકોને પણ સજ્ય અથવા જે વિષ્ણુએ પૃથ્વી સંબંધી રજસ લેકે (રજસ શબ્દ લેકવાચી છે એમ ચાક કહે છે.) એટલે પૃથ્વીની નીચેના સાત લેકે સર્યા. અને ઉપર રહેલા પુણ્યવાનના સહનિવાસને વેગ્ય, ભૂરાદિ સાત લેક સર્યા. શું કરતાં? ત્રણ પ્રકારે પિતે સજેલા લેકે પર વિવિધ રીતે પગ મૂકતાં, તે કારણથી જ મેટાએથી જેની કીતિ ગવાતી હતી એવા, અથવા અત્યંત જેની કીતિ ગવાતી હતી એવા વિષ્ણુએ સર્યા. (૧) - તે વિષ્ણુનું વીર્ય વડે સર્વથી સ્તવન કરાય છે, જેમ ભયંકર, કુત્સિત 'હિંસા વિગેરે કરનાર, પર્વતાહિકમાં રહેનાર, સિંહનાં સર્વ વખાણ કરે છે. વિષ્ણુ પણ મૃગ-શત્રુઓને શેધનાર, ભીમ ભયંકર, કુચર સર્વ ભૂમિમાં, ત્રણ લેકમાં રચનાર અને ગિરિની પેઠે ઉંચા લેકમાં રહેનાર, કે મંત્રાદિ વાણીને વિષે હમેશ રહેનાર, એ વિષ્ણુ પિતાના મહિમાથી વખણાય છે. જે વિષ્ણુનાં ત્રણ વિસ્તીર્ણ પગલામાં સર્વભુવને વસે છે. (૨)
અમારાં કૃત્ય આદિથી ઉત્પન્ન થયેલું મોટું બલવાન સ્તોત્ર અથવા અમારું મનનીય બળ વિષ્ણુ પાસે જાઓ. કેવાની પાસે? વાણીને વિષે કે ઉન્નત પ્રદેશમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org