________________
પ્રકરણ ૩૬ મું, જૈન તને ધિરિ હિંદુ ધર્મ, સમજતા પંડિતે. ૩પ૦
આપણે અવસર્પિણીમાં છીએ અને તેથી જેનોએ સ્વાભાવિક રીતે જ એ જુગને વિગતવાર ઈતિહાસ લખેલેં છે. એને અનુસરીને ભારત વર્ષના ઇતિહાસના મુખ્ય મુખ્ય બનાવે અહીં વર્ણવી જાઉ છું ,
આજને જુગ સુષમ સુષમાથી શરૂ થાય છે અને અગણિત વર્ષોથી બેસી ચૂકયો છે. તે વારે સર્વત્ર સુખ અને શાન્તિ હતી; માણસો સુંદર ઘાટના હતા, સંપ અને શાતિએ રહેતાં, ઉચુ નીચું કેઈ ગણાતું નહિ, રાજા ન હોતે, કાયદે ન હેતે, એમનું જીવન ખેલમાં અને ઉપભેગમાં વ્યતીત થતું; એમને કામ નહેતું કરવું પડતું કારણકે ૧૦ કલ્પવૃક્ષે એમને જે જોયતું તે આપતાં. માણસનું આયુ પુષ્કળ લાંબુ હતુ, બાલકે એટલા જલ્દી મેટા થતાં કે એમના જન્મ પછી સાતજ અઠવાડીઆમાં તે નેહને ઉપલેગ કરવાને લાયક થતાં. તે વારે એક બાળક અને એક બાળકી સાથે જ જન્મતાં અને એ જોતું આજીવન પતિપત્નિ રૂપે રહેતું. ચાર કટિકેટ સાગરેપમ (પુષ્કળ લાંબા કાળનું મા૫) વીત્યા પછી સુષમ સુષમા કેડે સુષમાને વખત આવ્યે, એ આરા પણ આગલા આરા જેજ લગભગ હતે, માત્ર માણસેનાં સુખ અને આયુ કંઈક કમ હતાં. સુષમા ૩ કેટકેટી સાગરોપમ ચાલ્યા પછી સુષમ દુષમા બેઠે. એ આરામાં કલ્પવૃક્ષે ચીમળાવવા માંડયાં અને માણસેના ગુણ નબળા પડવા માંડયા. વિચારના સામાન્ય દેને કારણે કાયદા ઘડવાની અને સજા કરવાની જરૂર પી. ૭ કુલકર એક પછી એક થયા એમણે કાયદા કર્યા, પણ છેવટે જનસમાજને રાજા અને ન્યાયાધિશની દેખરેખ નીચે મુકવાની જરૂર છે. છેલ્લા ફલકર નાભિના પુત્ર રાષભ દેવ થયા. સામાન્ય સંબંધના દોષને અનુસરતા સુધારા ઋષભ દેવે કર્યા, એમણે માણસને કામ, ખેતી, વેપાર, રાંધવાની કળા, લેખન અને ગણિત શીખવ્યાં. હવે બાળક બાળકીનાં જેડાં જન્મતાં ન હતાં, તેથી લગ્નની પ્રણાલી એમણે સ્થાપી, તેમજ ઉંચા નીચા માણસેના ચાર કુછી પાડયાં. - ૬૩ લાખ પૂર્વ વર્ષો સુધી એમણે રાજ્ય કર્યું, ત્યાર પછી એમણે રાજ્ય છેવને સંન્યસ્ત સવીકાર્યું અને હજાર વર્ષની તપસ્યા પછી એ સર્વજ્ઞ થયા. પહેલા તીર્થકર રૂપે એમણે ૧૦૦૦૦૦ પૂર્વ વર્ષોમાં ૧૦૦૦ વર્ષ જુન પૂર્વ વર્ષો સુધી જૈનધર્મને ઉપદેશ કર્યો અને માણસને સમ્ય વિચાર તરફ વાળે. અને ૮૪૦૦૦૦૦ પૂર્વ વર્ષોને વયે એ નિર્વાણ પામ્યા. એમના પછી એમને પુત્ર ભરત રાજા થયે અને એ પહેલે ચક્રવતી થયે. એના નામ ઉપરથી આપણે જે ખંડમાં વસીએ છીએ તે ખંડનું નામ ભારતવર્ષ પડયું. ભરત પણ અને સાધુ થયે ને નિર્વાણ પામ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org