________________
પ્રકરણ ૩૭ મું. જૈન તત્વેનો વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતે. ઉપર
પિતામાં કંઈ ગતિ કે સ્થિતિ નથી, પણ સ્થિતિ ગતિને માટે એમની ખાસ જરૂર માનેલી છે, જેમકે માછલાને તરવાને માટે પાણી જોઈએ અને થાક્યા પ્રવાસીને ઉભા રહ્યાને ઝાડની છાયા જોઈએ. આ બે ત જવાની જરૂર જૈનધર્મને શાથી પી એની હજી જોઈતી ચોખવટ થઈ નથી. છે. ચાકેબી માને છે એમ ઘણું કરીને સ્થાન, ગતિ અને સ્થિતિ એ ત્રણ ગુણ જેનોને એવા જુદા લાગ્યા હોવા જોઈએ કે એ ત્રણેને માટે અવકાશ એકલુંજ તત્વ પુરતું છે એમ એ માની શકયા નહિ હોવા જોઈએ અને તેથી માન્ય હેવું જોઈએ કે સ્થાન ગતિ અને સ્થિતિ એ દરેકને માટે પિતપિતાને જુદે જુદે આધાર હે જોઈએ.
ચેથું અજીવ તત્ત્વ તે કાળ છે. બીજાં તત્ત્વોમાં વિકાર રૂપાન્તર કરવાને માટે આ તત્વની જરૂર છે. નવીનને એ પુરાતન કરે છે. અને પુરાતનને નવીન કરે છે.
પાંચમુ અને આપણે કહી શકીએ કે, અજીવ તવમાંથી સૌથી વધારે મહત્વનું તત્વ તે પુદગલાસ્તિકાય છે. અભેદ્ય, અવ, સૂક્ષ્મ એવા અનંત અસંખ્ય પરમાણુનું આ તત્વ બનેલું છે. દરેક પરમાણુ છદ્મસ્થ ને ઈદ્રિય અમેચર છે અને કેવલી ને ગોચર છે અને તેનાં રૂપ રસ ગંધ અને સ્પર્શ છે, અને અમુક નિયમને અનુસરીને બીજા એક કે અનેક પરમાણુઓ સાથે મળીને સમષ્ટિ રૂપ ધારણ કરે છે. તથા એમ કરીને આ જગતમાં વિવિધ સ્વરૂપોથી પ્રકટ કરે છે.
મુદ્દગલાસ્તિકાયમાં એવી એક ખાસ વિશેષતા છે કે જેણે કરીને એ જીવમાં જીવ પરિણમાવે ત્યારે પ્રવેશ કરી શકે છે અને એમાં બહુ સ્પષ્ટ વિકાર કરી શકે છે. જેમ ઔષધની ગેળી માણસના શરીરની અંદર જઈને મહત્વનું કામ કરે છે. તેમ પુદ્ગલાસ્તિકાય પણ જીવમાં પ્રકાશીને એના ઉપર અનેક પ્રકારની અસર કરે છે. જીવની સર્વજ્ઞતાને અને સર્વ શકિતમત્તા જે, આ પુદગલકિતકાય ઢાંકી દે છે. અને તેથી તેનામાં માત્ર પરિમિત જ્ઞાન અને પરિમિત શક્તિ રહે છે, એ એને દુઃખ આપે છે અને તેથી કરીને એના સ્વાભાવિક સ્વાથ્યને નાશ થાય છે. જીવના ઉપર એ અસ્થિર શરીરે વીંટાળે છે. અને જીવન અને મોહ આપે છે અને એવું પ્રારબ્ધ બંધાવે છે કે પછી અમુક સમય સુધી એ જીવે, માણસ, તિર્યંચું, સ્વર્ગવાસી કે નરકવાસી એ ચારમાંથી કઈ પણ નિમાં અવતરવું પડે. પુસ્લાસ્તિકાય જીવમાં પ્રવેશીને બધાં પ્રાણીના જન્મ અને અસ્તિત્વ માટે ભારતના બધા તત્વ દર્શનેએ સ્વીકારેલું એવું એક ગુઢ તત્વ કર્મ તૈયાર કરે છે. 45 '
. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org