________________
૩૫૪ તવત્રયી–મીમાંસા
ખંડ ૨ (એટલે જીવ સાથે મિશ્રિત પુદ્ગલ તે કર્મ) ભારતના સર્વ માન્ય સિદ્ધાન્ત પ્રમાણે દરેક કાર્ય, દરેક શબ્દ, દરેક વિચાર, દષ્ટ કે અદૃષ્ટ ફી આપે છે. અને તે એનું ઇનામ કે સજા છે. તે ફળ જીવને એનાએ ભૌતિક ભવમાં મળે. પણ ઘણુ ખરા પ્રસંગમાં તે પછીના ભાવમાંજ મળે છે. જીવના કર્યો કર્મને સરવાળે એના નવા ભવના કારણભૂત બની રહે છે, મુઆ પછી થવાના ભવનાં પરિમાણ અને પ્રકાર એ કર્મથી નક્કી થાય છે. એક ભતિક ભવ સમાપ્ત થાય પછી એનાં અનિવાર્ય ફળ આત્માએ આગલા ભવમાં જે બીજ વાવ્યાં હોય તે લણવાને માટે બીજા ભવમાં જન્મ આપીને એને મોકલે છે. ભારતના બીજાં બધાં દર્શનનો એ મત છે કે કર્મ એ સદર શકિત છે કે જેને પરિણામે વ્યકિતની અને પ્રારબ્ધની વિવિધતા અસ્પષ્ટ પણ સ્વાભાવિક રીતે પ્રકટ થાય છે. અને એ રીતે એનું જીવન નક્કી થાય છે. જેને કમને જુદી રીતે સમજાવે છે. એને એમ કહે છે કે જે પુગલાસ્તિ કાય આત્મામાં પ્રવેશીને દ્રષ્ટ રીતે જે અસર કરે છે તેજ કર્મ છે.
જીવ અને કમને સંબધ (સંતતિની અપેક્ષાએ) અનાદિ છે અને સ્વાભાવિક રીતે અનંત છે; જીવ કર્મ કરે છે (અટલે પ્રથમ તે જીવ કમ પુદ્ગલને ગ્રહણ કરે છે.) કે તરતજ તેલ ચાળેલા શરીર ઉપર ધૂળના રજકણ ચેટી જાય છે એમ એ કર્મ એવા એના પ્રદેશની અંદર વળગી જાય છે. કે જેમ જમતી વખતે લીધેલા આહારના પદાર્થો, લેહી, મજજા અને મેદ રૂપ બની જાય છે. અને શરીરના આધાર રૂપ થાય છે, તેમ આવાં કરેલાં કર્મ જીવમાં અમુક પ્રકારના જૈનેએ નાનામાં નાના ભેદ પાડ્યા છે. એવા ભેદ એકંદરે ૧૪૮ છે. આમાંના કેટલાંક કર્મ એવો છે કે જે જીવની જુદા જુદા પ્રકારની સ્વાભાવિક શકિતઓને સંકુચિત કરે છે. અને કેટલાંક એવાં છે કે જે વાસનાઓને જગાવે છે. કેટલાંક કર્મ જીવના ત્યાર પછીના ભવ, આયુ ગેત્ર વગેરે નકકી કરે છે, કેટલાંક એના વિચારે અને જીવનધર્મ નક્કી કરે છે જીવમાં પ્રવેશ કરીને પુદગલાસ્તિકાય જે અસર કરે છે તે અસરના-કાર્યના નૈતિક ગુણને આધારે કર્મના પ્રકાર, એને અવધી, અને એનું બળ નકકી થાય છે. સારાં કાર્ય સારું અને નઠારાં કાર્ય નબળું કર્મ બંધાવે છે. આમ કાર્યના અને એની એથી થતી આસરના પણ જુદા જુદા પ્રકાર છે, અને એ સૌ જુદાં જુદાં કર્મને બંધાવે છે. જ્યાં સુધી જીવ ક્રિયા કરે છે ત્યાં સુધી તે કર્મ બંધનમાં આવ્યે જાય છે. જ્યાં સુધી એ કંઇક કરે છે ત્યાં સુધી એ ભાવિ ભવની સામગ્રી તયાર કરે છે. જીવને કર્મ સાથેને સંબન્ધ અનાદિ છે અને તેવી જ રીતે અનંત છે, (સંતતિની અપેક્ષાએ) કર્મનું ફળ મળી રહે એને નાશ થાય છે. પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org