________________
તવત્રયા-મીમાંસા.
૨ ખંડ
જગ ની જુગ જુગે સુષ્ટિ અને તે થાય છે. એ તે એમજ માને છે કે આ વિશા, પણ છતાંયે કિ ' ના સીમાબદ્ધ વિશ્વ અચળ છે. વિવિધ નરકેવાળું અધો જગત, વિવિધ ખંડ અને સમુદ્રવાળું મધ્ય જગત અને વિવિધ સ્વર્ગોવાળું તથા નિર્વાણ પામેલા આત્માઓના આવાસવાળું ઉર્ધ્વજગત-એ સીના અસ્તિતત્વમાં અને વિસ્તારમાં કશે ફેરફાર થતો નથી. જંબુદ્વિપના ભરતખંડમાં આપણે વસીએ છીએ એવા મધ્યજગતના વિવિધ ખંડમાં સામાન્ય સંબન્ધ અને નૈતિક સ્થિતિ વિશે કંઈ કંઈ ફેરફાર બેશક થાય છે પણ સમસ્તને વિચાર કરતાં વિશ્વનાં આ ખંડની સીમા અચળ છે. એ આમેય ખસતી નથી, તેમેય ખસતી નથી.
વિશ્વનું શાસન કરનાર કેઈ સત્વ નથી. વિશ્વ ઉપર રાજ્ય ચલાવનાર કોઈ દેવનું અસ્તિત્વ માનવાની જેનો સાફ ના પાડે છે. જે દેવે સ્વર્ગમાં રહે છે. તેઓ તે અશાશ્વત છે, એમની શકિત પરિમિત છે અને મનુષ્ય, તિર્યંચ તથા નરકવાસીઓની પેઠે પિતાના પાછલા ભવમાં પિતે કરેલાં કમથી બંધાએલા પ્રારબ્ધને આધીન છે; આજે પણ એ અલૌકિક સુખ ભગવે છે અને પિતાનાં સારા નરસાં કર્યા કર્મના ફળ ભેગવવાને એમને ભવિષ્યમાં પાછું પૃથ્વી ઉપર ઉતરવું પડશે. સર્વોત્કૃષ્ટ શાસ્વત વ્યકિત સ્વરૂપ દેવને જેમ એ ધર્મ માનતું નથી તેમ એ પણ માનતું નથી કે આ જગત માયામાંથી ઉત્પન્ન થયુ છે. ભારતનાં બીજા દર્શનેની વિરૂદ્ધ એ તો એમ માને છે કે જગત સત્ય છે અને તાના મિશ્રણથી એનું સ્વરૂપ બંધાયું છે અને એ રીતે સમસ્ત વિશ્વનું અસ્તિત્વ છે. તના બે વિભાગ છે, એક જીવ અને બીજે અજી.
જીવ તત્વે તે અનંત જુદાજુદા જીવે છે, તે જોકે પરસ્પર સંબંધમાં છે, છતાંયે પિતાના વ્યકિતત્વમાં કેવળ સ્વતંત્ર છે અને દરેક અજાત છે, અમર છે. દરેક જીવ સ્વભાવથી જ અનંત અણુ ધરાવે છે, એ સર્વજ્ઞ છે. એ સર્વશકિતમાન છે, એ પવિત્ર છે કે મેહ અને દુખથી એ પર છે. પણ એ જ્યારે આત્મસ્વરૂપ થાય છે ત્યારે જ એના એ બધા ગુણે વિકસે છે.
અજીવ તાના પાંચ પ્રકાર છે. આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને પુગલાસ્તિકાય.
- આકાશાસ્તિકાય તે અવકાશ છે કે જેમાં સર્વ વસ્તુઓ રહેલી છે. ' ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય એ બે તત્વેનો સ્વીકાર જેનદર્શનમાં છે, બીજા દશનામાં નથી. એ બે તત્વે તે આકાશમાં છે. તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org