________________
૩૫૦
તસ્વય-મીમાંસા
'' ખંડ ૨
પરંપરા આવીને મલવાની અર્થાત તર્ક, ઉપર તક, અને દૂષણ ઉપર દુષણે નજરે પડવાનાં, તેથી બીજા એકાંત મતવાદીઓના વિકલ્પ રૂપની કારીગરી થીઘડેલે બોધ છે તે ત્રિજાજ ક્ષણમાં નાશ વાળા થાય છે, કારણ વસ્તુને સંપૂર્ણ પદાર્થને વિચાર કરતાં નાશ પામ્યા છે જેના બધા હેતુ, અને સંપૂર્ણ વસ્તુની સાથે નહી મલેલે એવો એકાંત પક્ષને-એકાંત અંશને બંધ કયા વિચારમાં ટકી શકે? અર્થાત્ નજ ટકી શકે. રા " નય વાકય અને પ્રમાણ વાક્યનો કિંચિત્ તાત્પર્ય,
બાહ્ય વસ્તુ-–દશ્ય પદાર્થ, આંતર વસ્તુ-અદશ્ય પદાર્થ, આ બન્ને પદાર્થો અનંત અનત પર્યાથી વ્યાપ્ત હોય છે. તેમાંની એક પર્યાયને– એક અંશને વિચાર કરતાં સંપૂર્ણ પદાર્થને વિચાર કરી શકાય જ નહી, જેમ સમુદ્રના એક ભાગને નતે સમુદ્ર કહી શકાય, તેમજ નતે અસમુદ્ર કહી શકાય, માત્ર સમુદ્રને એક અંશજ કહી શકાય. તે પ્રમાણે વરતુના એક અંશના વિચારને નય વાકય જ કહી શકાય પણ પ્રમાણ વાકય કહી શકાય જ નહી કારણે કે જે વસ્તુના એક અંશનો વિચાર કરવા બેઠા છીએ તેની મુખ્યતા ગણવાની બાકીના બીજા રહેલા અંશને ગૌણતામાં રાખવાજ પડે, તેથી સ્યાદ્વાદ-અનેકાંતવાદને સ્વીકાર કર્યા વગર પદાર્થનું સ્વરૂપ યથાર્થ સત્ય સમજી શકાય જ નહી એ પ્રમાણે જન સિદ્ધાંત છે જે તે પદાર્થના એક અંશના વિચારને સંપૂર્ણતાના વિચારમાં લઈ જવામાં આવે છે, તેમાં અનેક તર્કો ઉપર તર્કો અને દુષણના ઉપર દુષણો આવી પડવાનાં, તેથી વસ્તુનું સ્વરૂપ યથાર્થ રૂપે સમજી શકાય જ નહી. જેનેને જે યાદ છે તે વસ્તુના સ્વરૂપને જાણવાને માટે પરપગી છે. અને તે વાતને આજ કાલના જૈનેતરે અનેક વિચક્ષણ પંડિતએ સ્યાદ્વાદના સિદ્ધાંતને સ્વીકારજે કરેલ છે. તેવા અનેક જનેતર પંડિતેના વિચારો અમોએ પૂર્વના લેખમાં ટાંકીને બતાવેલા છે, ત્યાંથી વિચાર કરીને જુવે. જેવી રીતે પદાર્થોને યથાર્થ જાણવાનું સાધન જેમાં સ્યાદ્વાદનું છે તેવી રીતે અદ્વૈતાદિ એકાંત પક્ષના વાદમાં છે? અર્થાત્ નથી એમ વિચારી પુરૂષએ કહેલું છે તે પ્રમાણે વિચારમાં ઉતરતા પુરૂને કહેવું જ પડશે. ઇત્યલે વિસ્તારણ. . ઇતિ શ્રીમદ્વિજયાનંદ સૂરીશ્વર (કસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજ ) ના લઘુતમ શિષ્ય દક્ષિણવિહારી મુનિશ્રી અમરવિજય વિચિત તત્વત્રથી મીમાંસા નામના ગ્રંથમાં સ્યાદવાદના સ્વરૂપનું ખંડ બીજે પ્રકરણ ૩૫ અને ૩૬મું સંપૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org