________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ર૭૫ એવા પ્રકારનો દેષ કઈ પણ આવી શકતું જ નથી. ખરું જોતાં વસ્તુમાં વસ્તુ પણું જ એ છે કે તે અનેક પ્રકારના આકારે ને ધારણ કરવાવાળા હેય.
અથવા એમ પણ કહી શકીએ કે–સંસારની બધી વસ્તુઓ અનેક પ્રકારના આકારને ધારણ કરીને જ રહેલી છે. અનેક પ્રકારના આકાર–સ્વરૂપ ધર્મનું રહેવું તેજ વસ્તુમાં વસ્તુપાયું છે.
એટલા માટે વસ્તુ કોઈ આકાર સ્વરૂપથી નિત્ય, અને કોઈ આકારથી અનિત્યસ્વાદિ ધર્મોને ધારણ કરીને જ રહેલી છે. તેથી વિશ્વની કોઈ આ શંકા જ નથી. એટલાજ માટે–આકાર (સ્વરૂપ—અપેક્ષા) ભેદથી વિરુદ્ધ સ્વભાવિ ધર્મોનું એક સ્થાનમાં સમાવેશ શુદ્ધ સટ છે, જેમકે એકજ દેવદત્તની વ્યકિતમાં અપેક્ષા ભેદથી-પિતૃપણું અને પુત્રપણું એ બન્ને વિરોધી ધમ સુગમપણાથીજ રહી શકે છે. (યજ્ઞ દત્તની અપેક્ષાથી તેમાં પિતૃપણું અને વિષ્ણુ દત્તની અપેક્ષાથી પુત્રપણું) વળી જુવે કે એકજ ઘટ પદાર્થમાં અવયવોની અપેક્ષાથી અનેકપણું અને અવયવની અપેક્ષાથી એકપણું, એ બન્ને વિરોધી ધમેને સમાવેશ થએલ દેખીએ છિએ. - તેજ પ્રમાણે જાતિ વ્યક્તિમાં પણ અપેક્ષા ભેદથી નિત્યાનિત્યત્યાદિ ધર્મોની સત્તા પડેલી જ છે. જાતિ પણ વ્યકિત રૂપથી અનિત્ય અને વિનાશી કહી શકાય છે. એ જ પ્રમાણે વ્યકિત પણ જાતિ રૂપથી નિત્ય અને અવિનાશી કહી શકાય તેમ છે.
એજ પ્રમાણે કાર્ય પણ કારણ રૂપથી સત, અને કારણ કાર્ય રૂપથી અસત્ કહી શકાય છે. આ વાતમાં અનિષ્ટની કેઈ શંકજ દેખાતી નથી.
એ વિના જાતિ વ્યક્તિ આદિમાં અભેદની પેઠે ભેદ પણ રહે છે. નિત્યા નિત્યની પેઠે તેમાં વ્યાપકપણું અને અવ્યાપકપણે પણ સમજી લેવું જોઈએ. અર્થાત જેવી રીતે જાતિ વ્યકિતમાં અપેક્ષા ભેદથી નિત્યા નિત્યસ્વાદિ ધર્મોની સ્થિતિ નિર્ધારિત હોય છે, તે પ્રમાણે જાતિ રૂપથી વ્યકિત પણ વ્યાપક, અને વ્યકિત રૂપથી જાતિ પણ વ્યાપ્ય છે.
મહામતિ કુમારિત અને પાર્થસાર મિશ્રના લેખેથી એક જ વસ્તુ નિત્યા નિત્ય, ભિન્ન ભિન્ન, એક અને અનેક કેવા પ્રકારે કહી અથવા માની. આ વાતથી તેમજ એક વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધ ધર્મોની સ્થિતિને સ્વાભાવિક અને નિયમ સિદ્ધ બતાવવાવાળા અપેક્ષાવાદના સિદ્ધાંત પર જે પ્રકાશ પડે છે, તેથી જૈન દર્શનના અનેકાંતવાદનું મહત્વ સારી રીતે જાણી શકાય છે. એવા જ વિચારોથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org