________________
૨૮૨
તત્ત્વત્રયી–એમાંસા.
ખડર
આ સૂત્રની કરેલી વ્યાખ્યાનો ભાવાર્થ –
બ્રહ્મને જગતની સાથે ભેદા ભેદ માનવામાં જે એ કહેવાય છે કે-ભેંદા મેને આપસમાં વિરોધ છે એટલા માટે ભેદભેદ એક સ્થાનમાં નથી રહી શકતા તે આ વાત તેજ મનુષ્ય કહી શકે છે જે કે–પ્રમાણુ પ્રમેયના તત્વથી સર્વ અભિરૂર છે. વસ્તુમાં એકત્વ અમને જે પ્રમાણથી પ્રતીત થાય છે તેનાથી જે તેમાં નાનાત્વનું ભાન થાય તે પછી તેને સ્વીકાર કૅમ નહી કરે છે જે પ્રમાણથી સિદ્ધ છે તેમાં વિરોધની આશંકાજ કયાંથી પ્રમાણ દ્વારા સંસારની ગે, મહિષણ અને અશ્વાદિ સર્વ વસ્તુઓ પરસ્પર ભિના ભિન્ન રૂપથી પ્રતીત થાય છે. વસ્તુ એકાંતપણાથી ભિન્ન અથવા અભિન્ન રૂપજ છે એવું કેઈ ગેપર પણ કે પુરૂષ બતાવવાને સમર્થ નથી થઈ શક્ત, સત્તા-યત્વ અને દ્રવ્યાદિ સામાન્ય રૂપથી સર્વ વસ્તુઓ પરસ્પરમાં અભિન્ન છે, તથા વ્યક્તિ રૂપથી તેમને પરરપરમાં ભેદ છે. એ પ્રમાણે ભેદભેદ ઉભય રૂપથી પદાર્થોની પ્રતીતિ થાય છે એમાં વિરોધ છે? વિધિ અને અવિધિમાં પ્રમાણ જ તે કારણ છે? પ્રમાણુ નુ રેધથી વસ્તુમાં જેમ એકત્વનું ભાન થાય છે તેમજ તેમાં અનેકત્વ પણ અનુભવ સિદ્ધ છે. એક વસ્તુ સદા એક રૂપમાં જ સ્થિત રહે છે, એ કે ઈ ઈશ્વરનું. કહેલું નથી. અર્થાત એ કથન કેઈ પ્રકારથી પણ પ્રમાણિક નહી કહી શકાય. (શંકા) જે પ્રમાણે શીત અને ઉષ્ણને આપસમાં વિરોધ છે, તે એક જગો પર નથી રહી શકતા એજ પ્રમાણે ભેદભેદમાં પણ વિરેાધ અવશ્ય છે, તો કેવી રીતે કહે છે કે ભેદભેદમાં વિરોધ નથી? (ઉત્તર) એ અપરાધ તમારી બુદ્ધિને છે, જે કે તમેને ભેદભેદમાં વિરોધ પ્રતીત થાય છે, વસ્તુને એમાં કઈ અપરાધ નથી. ભેદભેદને છાયા અને ધૂપની પેઠે ભિન્ન દેશ વર્તી થવું અને શીત ઉષ્ણની પેઠે વિધી થવું ઇત્યાદિ જે કથન છે તે કાર્ય કારણ રૂપ બ્રહાપ્રપંચના માટે ઉપગ નથી થઈ શકતે, કેમકે શતષ્ણ અને યાતપમાં અધિકરણની ભિન્નતા છે અને બ્રહ્મ પ્રપંચ રૂપ કાર્ય કારણમાં તે છે નથી, અર્થાત ત્યાં પરતે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય-વિનાશ એ ત્રણે ને જ આધાર બ્રહ્મ છેઇત્યાદિ, એટલા માટે બ્રહ્મ ભિન્ન અથચ અભિન્ન ઉભય રૂપ છે, એ સિદ્ધ થઈ ગયું. કાર્ય રૂપથી નાનત્વ મેદ, અને કારણ રૂપથી એકત્વ અભેદ એ બને અનુભવ સિદ્ધ છે.
જેમ સુવર્ણ રૂપથી કટક કંડલને આપસમાં અભેદ, અને કુંડલ રૂપથી પરસ્પરમાં ભેદ પ્રત્યક્ષ સિદ્ધ છે, એ જ પ્રમાણે બ્રહ્મમાં પણ ભેદભેદની સિદ્ધિ અનિવાર્ય છે.
- આના સિવાય ભાર કારચા બીજી પણ એક બે સ્થાનમાં ભેદભેદની થર્ચા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org