________________
પ્રકરણ ૩૫ મું.
અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શન કરે.
૩૦૩
તે પ્રકૃતિથી સંયુકત થતા ભગવાન -સગુણ, શરીરી અને નિરંકુશ-સ્વતંત્ર માન્યા જાય છે. પરમાત્માના નિત્ય અને પ્રાકૃત એ બે સ્વરૂપ છે. તેમાં જે નિત્ય શરીર છે તે તે અવિનાશી—વિનાશ રહીત છે અને જે પ્રાકૃત છે તેને વિનાશ થઈ જાય છે.”(લે. પા સાડાપાંચને ભાવાર્થ) કહ્યો.
બ્રહ્મવૈવર્ત ને આ લેખ ભગવાન નો-સગુણ, નિર્ગુણ, શરીરી, અશરીરી નિત્ય અને પ્રાકૃત રૂપથી બોધન કરાવતે તેમાં અનેક રૂપતાને સિદ્ધ કરી રહ્યો છે. પરંતુ આ અનેક રૂપતા અપેક્ષા કૃત ભેદનો આશ્રય લીધા વિના કેવી રીતે સંગત કરી શકાશે? જે સગુણ છે તે નિર્ગુણ કેવી રીતે? જે શરીરી છે તે અશરીરી કેવા પ્રકારથી કહેવાય ? કેમકે એમાં વિરોધ છે. એના સમાધાન માટે એજ કહેવું પડશે કે માયાની અપેક્ષાં તે સગુણ અને શરીરી, અને કેવલ રૂપની અપેક્ષાથી તે નિર્ગુણ અને અશરીરી કહીએ છીએ. એટલા માટે અપેક્ષા ભેદથી તે શરીરી પણ છે, સગુણ પણ છે, નિર્ગુણ અને અશરીરી પણ કહી શકીએ છિએ. એજ પ્રમાણે તેના નિત્યા નિત્ય સ્વરૂપની પણ અપેક્ષા કૃત ભેદથી ઉપપત્તિ થઈશકે છે. માયિક સ્વરૂપની અપેક્ષાએ તે અનિત્ય અને શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ નિત્ય છે. એ પ્રકારે તેના નિત્યા નિત્ય શરીર વિષયિણ વિરૂદ્ધ ઉકિતનું સમાધા ન કરી શકાય?
આ ઉપરના બધા પ્રકારના વિવેચનથી એ સિદ્ધ થાય છે કે –બ્રહ્મનુ સ્વરૂપ પણ અનેકાંત છે, સર્વથા એકાંત રૂપનું નથી. “અનેTEવાર વિવે પ્રમ વિષ્ણવે” (વિષ્ણુ સહસ્ત્ર નામ)
મહાભારતમાં અનેકાંતવાદ. પૃ.૧૪૩ થી. - જૈન ધર્મના સિદ્ધાંતરૂપ અનેકાંતવાદ–સપ્તભંગીનય વાદને મહાભારતમાં ઘણે ઠેકાણે ઉદગેખ કરેલ છે જુ–શાંતિપર્વ. અધ્યાય ૨૩૮ શ્લેટ –
एतदेवं च नचैवं च, नचोमे नाऽनुभे तथा
कर्मस्था विषयं ब्रुर्युः सत्वस्थाः समदर्शिनः ॥ ६॥ પરંતુ એ કથન અનેકાંતવાદના સમર્થનમાં નહી જ શકાય, તેતો અંગીકાર કરેલે સિદ્ધાંતને અનુવાદ માત્ર ગણાય, તેથી ચાલુ વિષયમાં ઉપયોગી નથી.
પરંતુ એ સિવાય મહાભારતમાં કેટલીક જગપર એવા ઉલ્લેખ છે કે જેના પરથી ગ્રંથ કર્તાનાજ પ્રસ્તુત વિષયમાં સ્વતંત્ર પણાથી આશય પ્રગટ થાય છે(અશ્વમેધિક પર્વ (અનુગીતા) અધ્યાય ૩૫ ૦ ૧૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org