________________
૨૭૪ તત્ત્વત્રયી–મીમાંસા.
. ખંડ ૨ જાતિ વ્યકિતની પેઠે-દ્રવ્ય ગુણ, ધમધમી, અવયવ અને અવયવી, પણ પરસ્પર ભિન્ન ભિન્ન છે-દ્રવ્ય રૂપ ધમીના રસાદિરૂપ ધર્મોની અપેક્ષાથી રૂપાદિકેની સાથે ભેદ અને સ્વરૂપ-દ્રવ્યની અપેક્ષાથી અભેદ છે. એ જ પ્રમાણે સ્વરૂપની અપેક્ષાથી અવયથી અવયવી અભિન્ન, અને અવયવોતરની અપેક્ષાથી ભિન્ન, તેથી ભિન્ન ભિન્ન ઉભયરૂપ જ છે.
જે પ્રમાણે વિરુદ્ધ સ્વભાવ વાળા-હૃસ્વત્વ દીર્ધત્વાદિ ધર્મોની અપેક્ષાભેદ થી અવિરેાધ પણે એક જગા પર સ્થિતિ માની શકીયે છે, એ જ પ્રમાણે પ્રતીતિબલથી તેમનું એક જગે પર રહેવું પણ સ્વીકારી શકાય છે.'
' તેજ પ્રમાણે અપેક્ષાભેદથી ભેદભેદની એક જગો પર સ્થિતિ માનવામાં પણ કેદ હરકત આવી શકતી જ નથી. કેમકે પ્રતીતિ બને સ્થાનેમાં એક સરખી છે.
આપાંતરનું સમાધાન (શા, દી, પૃ. ૩૯ )
શંકા-જાતિ વ્યકિત ને એક અથવા અભિન્ન માનવાં તે કઈ પ્રકારથી ઉચિત નથી. કેમકે-જાતિ વ્યકિત આપસમાં ભિના સ્વભાવ રાખવાવાળા પદાર્થ છે. જાતિ-અનુગત-સામાન્ય વ્યાપક સ્વરૂપ છે. અને વ્યકિત-વ્યાવૃત્તિ વિશેષ વ્યાખ્ય રૂપ છે. જાતિ નિત્ય છે. વ્યકિત અનિત્ય છે. તથા જાતિ ઉત્પત્તિ વિનાશ થી રહિત છે. અને વ્યકિત ઉત્પત્તિ વિનાવાવાળી છે. તેથી એ બને પદાર્થ એક અથવા અભિન્ન માની શકાય તેમ નથી.
સંસારમાં એવું કદિ દેખ્યું કે-એકજ વરતુ સામાન્ય રૂ૫ પણ હોય અને વિશેષ રૂપ પણ હોય. નિત્ય પણ હાય અને અનિત્ય પણ હોય. તથા ઉત્પત્તિ વિનાશથી રહિત પણ હોય અને ઉત્પત્તિ વિનાશ વાળી પણ હોય.
એવું તે કદિ નહી બની શકે કે પરસ્પર વિરોધી ધર્મ પણ એક સ્થાનમાં રહી શકે, જે એમ જ હોય તે અગ્નિમાં પણ શીતતાની પ્રતીતિ થવી જોઈએ.
એવી માન્યતાથી તે આખી જગતના પદાર્થોમાં સંકરતાને જ પ્રસાર થઈ જશે.
જાતિ પણ અનિત્ય અને વિનાશી થઈ જશે, તેમજ વ્યકિત પણ નિત્ય તેમજ અવિનાશી કરશે, માટે પરસ્પર વિરુધ સ્વભાવ રાખવાવાળા પદાર્થો ને અભેદ માનવા તેતે યથાર્થ નહી કહી શકાય.
ઉપર પ્રમાણે જાતિ વ્યક્તિ ને સર્વથા ભિન્ન માનવા વાળાઓના આ મેટા આક્ષેપનું સમાધાન કરતા હવા-પ્રાર્થસાર મિશ્ર-કહે છે કે અમારા મતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org