________________
ખંડ ૨.
૨૫૮
તત્ત્વત્રયી–મીમાંસા. વિચાર પણ દયંતરથી સત્ય ઠરે છે, ઉદાહરણર્થ કેઈ એક પુરૂષ વ્યકિતને
અમુક નામને એક પુરૂષ છે, તેને કઈ-પિતા, અને કઈ પુત્ર, કેઈ ભાઈ, અથવા ભત્રિજા, કાકા, અથવા દાદા, કહીને બોલાવે છે. એક પુરૂષની એ ભિન્ન ભિન્ન સંજ્ઞાઓ પ્રતીત થાય છે કે તેમાં–પિટવ, પુત્રત્વ, અને ભ્રાતત્વ આદિ અનેક ધર્મોની સત્તા રહેલી છે. હવે જો તેમાં રહેલા કેવલ પિત્રુત્વ ધર્મની જ તરફ દષ્ટિ રાખીને તેણે સર્વ પ્રકારથી પિતાજ માની બેઠીએ તારે તે, મેટ અનર્થ થશે, તે દરેકને પિતાજ સિદ્ધ થશે. પરંતુ વાસ્તવમાં એવું નહીં છે, તે પિતા પણ છે, અને પુત્ર પણ છે. પિતાના પુત્રની અપેક્ષા એ પિતા છે, અને પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર કહેવાશે. એજ પ્રમાણે ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી એ સર્વ ઉકત સંજ્ઞાઓને તેમાં નિર્દેશ થઈ શકે છે ... જે પ્રમાણે અપેક્ષા ભેદથી એકજ દેવદત્ત વ્યકિતમાં-પિતૃત્વ, પુત્રત્વ એ બે વિધી ધર્મ પિતાનો સત્તાને અનુભવ કરાવે છે, તેનીજ પેઠે હરએક પદાર્થમાં અપેક્ષા ભેદથી–અનેક વિરોધી ધર્મોની સ્થિતિ પ્રમાણ સિદ્ધ છે. એ દશા સર્વ પદાર્થોની છે. તેમાં નિત્યત્વાદિ અનેક ધર્મ દષ્ટિગોચર થાય છે, એટલા માટે પદાર્થનું સ્વરૂપ એક સમયમાં એકજ શબ્દ દ્વારા, સંપૂર્ણપણાથી નથી કહી સકાતું. અને નહી વસ્તુમાં રહેવાવાળા અનેક ધર્મોમાંથી કઈ એક જ ધર્મને સ્વીકાર કરીને અન્ય ધર્મોને અ૫લાપ કરી સકાશે, આથી કેવલ એકજ દષ્ટિબિંદુથી પદાર્થનું અવલોકન કરતા હવા ભિન્ન ભિન્ન દષ્ટિ બિંદુઓથી જ તેનું અવલોકન કરવું ન્યાય સંગત, અને વસ્તુ સ્વરૂપના અનુરૂપ થશે. સંક્ષેપથી જૈન દર્શનના અનેકાંતવાદનું એજ તાત્પર્ય અને પ્રતીત થાય છે. જૈન દર્શનના એ સિદ્ધાંતને વૈદિક દશમાં કેવા રૂપમાં અને કેવી પ્રૌઢતાથી સમર્થન કર્યું છે એનું દિગ્દર્શન અમે આગળ ચાલીને કરાબીશું. દર્શન શાના પરિશીલનથી અમારે એ વાત પર પૂર્ણ વિશ્વાસ થઈ ગયે
: અનેકાંતવાદને સિદ્ધાંત અનુભવ સિદ્ધ, સ્વાભાવિક તથા પરિપૂર્ણ, સિદ્ધાંત છે. એની સ્વીકૃતિનું સૌભાગ્ય કઈને કઈ રૂપમાં સર્વ દાર્શનિક વિદ્વાનને પ્રાપ્ત થયું છે.
અનેકાંતવાદના સિદ્ધાંતની સર્વથા અવહેલના કરીને, કેઈ પણ તાત્વિક સિદ્ધાંત પરિપૂર્ણતાને અનુભવ નહીં કરી સકશે. એવો અમારો વિશ્વાસ છે.
____x एक स्यैव पुंस स्तत्त दुपाधिभेदात् पितृत्व-पुत्रत्व-मातुलत्व-भागनेयत्व-पितृव्यत्व भ्रातृत्वादि धर्माणां परस्पर विरुद्धाना मपि प्रसिद्धिदर्शनात् । ( वृतिस्यादादमंजरीकारो मल्लिसेना
) Iિ ૨૨ પૃ. ૧૭%
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org