________________
२७० તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨ અથવા અનેક રૂપમાં જે રૂપમાં પ્રતીત થાય તે જ રૂપમાં અંગીકાર કરવી જોઈએ. ૪
| સર્વ વસ્તુઓમાં–એક અનેક રૂપ પ્રત્યક્ષ દેખાઈ રહ્યાં છે, છતાં એક અનેકને ભિન્ન ભિન્ન રૂપ બતાવવાનો પ્રયત્ન કરે, એ શું પ્રત્યક્ષમાં વિરોધ નથી?
એજ પ્રમાણે અભાવ પ્રકરણમાં વસ્તુને સત્ અસત્ ઉંભય રૂપ બતાવીને અનેકાંતવાદને જ બતાવેલ છે. જુવે પૃ. ૪૭૬ માં કલેક ૧૨ માને ભાવાર્થ (પૃ.૫૮) વસ્તુ સ્વરૂપથી સત્ છે, અને પર રૂપથી અસત છે, અને સ્વરૂપ પર રૂપની અપેક્ષાથી ઉભય રૂપ પણ છે.
જેમકે-ઘટ પિતાના સ્વરૂપની અપેક્ષાથી સજ છે, અને પર એટલે પટની અપેક્ષાથી અસત્ રૂપ છે ઈત્યાદિ.
તે સિવાય આકૃતિવાદના પ્રકરણમાં–વસ્તુને ભેદા ભેદ, એકાનેકત્વ, સામાન્ય વિશેષ, અને નિત્યાનિત્ય રૂપ બતાવતાં પંડિત કુમારિલભટ્ટે જૈનોના અનેકાંતવાદને પ્રત્યક્ષ પણે પુરેપુરૂં માન આપેલું છે. જુવે પૃ. ૫૪૬ થી ૫૪૮ સુધી બ્લેક પ થી ૧૧ સુધીને ભાવાર્થ નીચે મુજબ-- | સર્વ વસ્તુઓમાં અનુવૃત્તિ-અને વ્યાવૃત્તિ-સામાન્ય વિશેષ રૂપથીજ થાય છે, તે વિના તે વસ્તુમાં વસ્તુપણું જ નથી. તેમજ એક બીજાની અપેક્ષાથી નિત્ય અને અનિત્ય પણ છે, ભિન્ન અથવા અભિન્ન પણ છે, કેમકે એક વિના બીજાની સિદ્ધિજ નથી થતી. સામાન્ય વિના વિશેષ, અને વિશેષ વિના સામાન્ય, એક બીજાની અપેક્ષા વિના તો સસલાના શૃંગડા જેવા જ દેખાય છે. માટે સામાન્ય અને વિશેષથી અત્યંત ભિન્ન સ્વરૂપની, દુનિયામાં કઈ વસ્તુજ દેખાતી નથી, તે પછી સામાન્ય અને વિશેષ એ બન્ને જુદા જુદા સ્વરૂપથી કેવી રીતે | માની શકાય? ૧૧ આના માટે આગળ પૃ. ૫૬૦ માને પાંચમે લેક–
एवं च परिहर्तव्या भिन्ना भिन्नत्व कल्पना
केनचिन्द्वयात्मनैकत्वं नानात्वंचास्य केनचित् ॥ ५ ॥ ભાવાર્થ–એજ પ્રમાણે વસ્તુઓમાં-ભેદભેદ, એકત્વ અનેકત્વ આદિની જે પલ્પના કરવી તે, સર્વથા છોડી દેવી જોઈએ. કેમકે કેઈ અપેક્ષાથી વસ્તુમાં બને સ્વરૂપથી એકપણું દેખાય છે, તો કેઈ અપેક્ષાથી વસ્તુમાં અનેકપણું પણ પ્રત્યક્ષ પણાથી દેખીએ છીએ.
૪ મ હે મિતિ નેશ્વર માષિતં (૨૦૧૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org