________________
પ્રકરણ ૧૭-૧૮ મું સર્વનો ઇતિહાસ ઉધે છત્તો ભારતાદિક્યાં. પપ
આ લેખકે ક્યા દિવ્યજ્ઞાનથી જોઈને લખ્યું હશે?
nnnnnn
-
-
(૨) સ્વર્ગમાં જતો “નહુષ, ઋષિના શાપથી અજગર થઈ પડે. તુલસી રામાયણ અયોધ્યા કાંડ, પૃ. ૪૨૮. (મહાભારત-વનપર્વતમાંથી)
કોઈ સમયે ઈદ્ર બ્રહ્મહત્યાના ડરથી છુપી જતાં મેટા પુણ્યથી નહુષ” રાજા ઈંદ્ર થયા હતા. નહુષે ઈંદ્રાણીને ભેગા કરવાની ઈચ્છા કરી ત્યારે ઈંદ્રાણીએ હઠ પકડીને કહ્યું કે જે બ્રાહ્મણોએ ઉપાડેલી પાલખી પર બેસીને આવો તો હું તમારી સ્ત્રી થાઉં. રાજાએ ઋષિઓને બોલાવી પાલખીમાં લગાવી તેમાં પોતે બેસીને ચાલ્યા ને ચાલતાં શીવ્રતાના વાસ્તે અગત્યના માથામાં પગ માર્યો તેથી અગત્યે શાપ દીધો કે “ તું અજગર થઈને પૃથ્વી પર પડ.” આથી નહુષ અજગર થઈને પડો.” - આમાં પણ થોડું વિચારીએ-ઈદ્ર થયા પછી “નહષે ઈદ્રાણીની ઈચ્છા કરી, ઈંદ્રાણુના હઠથી પાછા પૃથ્વી પર આવ્યા, તે તે ઈદ્રના સ્વરૂપે કે નહુષના સ્વરૂપથી? ખેરષિઓને બોલાવી પાલખી ઉપડાવી તેમાં બેસીને પાછા સ્વર્ગમાં ચાલ્યા. ઈદ્રનું સ્વર્ગ, ઉપર મનાયું છે કે નીચે? ઉપર હોય તે પાલખી ઉપાધ માર્ગ વિના ઋષિઓ કેવી રીતે ચાલ્યા ? કદાચ માનીએ કે પોતાના તપોબળની શકિતથી ચાલ્યા. જે તપોબળની શકિત હત નહુષના ભારજ શા હતા કે ત્રાષિઓની પાસેથી પોતાની પાલખી ઉપડાવી શકતા ? જે નહુષ મરણ પામી ઈદ્ર થયા પછી પૃથ્વી ઉપર આવ્યા માનીએ તો દેના બાંધેલા આયુષ્યમાં કેઈથી ફેરફાર થઈ શકતો નથી પછી અગત્ય ઋષિના શાપથી અજગર થવાની વાતજ કયાં રહી? માટે આ લેખ જ્ઞાની પુરૂષથી લખાએલો નથી તેમ વાત પણ સત્યરૂપની નથી. વિચારી જુવે અમારા આ વિચારે, તમે પણ સમજશે.
ઈતિ-વિશ્વામિત્રે નવું સ્વર્ગ બનાવ્યું. રામા વા સ્વર્ગે જતો નહુષ રાજા અગત્ય મુનિના શાપથી અજગર થઈ પૃથ્વી પર પડયે. ખંડ. બીજે. પ્રકરણ ૧૭ મું. તે
- લેકેના કલ્યાણ માટે નહિ પણ દાસ બનાવવા ગ્રંથ રચના. અંગ્રેજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org