________________
.
તત્ત્વત્રથી મીમાંસા. '
સિદ્ધાંતસાર–પૃ. ૪૨ માં-મણિલાલ નભુભાઈ દ્વિવેદી લખે છે કે
(૧) “વેદમંત્રોમાં પદે પદે યજ્ઞની વાત જણાવવામાં આવે છે. અને જે પુરૂષ સુક્તમાં ઉત્પત્તિ માત્ર યજ્ઞથી થએલી જણાવેલી છે તેને આપણે પ્રાચીન ન ગણીએ તે પણ ઘણું પ્રાચીનમાં પ્રાચીન મંત્રમાં એ યજ્ઞ ભાવનાનાં ચિન્હ વારંવાર જણાયા કરે છે. મંત્ર દેવતાના બોલાવવાના, સંતોષવાના સાધન માત્ર છે. પણ તેમનો ઉપયોગતો મંત્ર પ્રકતાએ અપેલા બલિરૂપ પારિતેશમાં છે. સાથે મંત્રોક્તિ છે. એ ન માનીએ તે વેદમાત્ર વ્યર્થ જેવોજ થઈ જાય વાસ્તવિક રીતે ઘટે છે પણ એમજ વેદ કે વેદમંત્ર યજ્ઞાર્થકજ હોવા જોઈએ.”
(૨) પૃ. 9 માં-“ય ભાવના-મંત્રમાં પ્રધાનપણું પામવા લાગી તે એટલે સુધી કે ધીમે ધીમે કેવલ યજ્ઞને ઉદેશીનેજ આ યજુર્વેદ ઋગૂ મંત્રો ઉપરથી રચાતે ચાલ્યું. એમજ દેવતાઓની ગાનાદિ તૃપ્તિ અર્થે સામવેદ થ. "
. (૩) પૃ. ૪૪ માં–બ્રાહ્મણે અર્થવાદથીજ ભરેલા છે. અમુક મંત્રને અમુક ઉપયોગ છે. વા અમુક અર્થ છે. અમુક દેવતાનું નામ અમુક કરાવાનું આ કારણ છે, મેલુ ક્વણુ છે, અમુક વિધિ અમુક પ્રકારેજ પ્રવર્તે, ઈત્યાદિ ખુલાસા આપતાં વિચિત્ર વિચિત્ર અથવાદરૂપ કપનાએ રસ્થાયેલી છે, આમાંની ઘણી ખરી બ્રાહ્મણોમાં સમાયેલા ધર્મ વિચાર માટે આપણને ઉંચું મત પ્રેરે તેવી નથી. તથા કેટલીક તો કેવલ નિર્માલ્ય અને બાલિશ ભાવ યુક્ત હોય તેવી જ છે. આ યજ્ઞની મહત્તા સમજાવવાનો પ્રયત્ન ચાલતો થયો. તેમાં ઘણાખરા પ્રાચીન દેવતાઓનાં સ્વરૂપ ને ધર્મ ઉલટ પિલટ થઈ ગયાં. કેટલાક નવા દેવ પણ થયા, વા જૂના વધારે પ્રધાન પણાને પામ્યા. અગ્નિ અને સોમ હવે મુખ્ય પદવી એ ચઢયા. તેમ વરૂણ ફકત રાત્રિને અને જલજ દેવ થઈ ગયો. ત્યારે સૂર્ય અને ઈદ્ર છાયામાં પડી ગયા. તેમને ધીમે ધીમે ચંદ્ર સાથે મેલવવાનો પ્રયત્ન થતું ચાલ્યું. યજ્ઞપુરુષ નવેજ દેવ કલ્પા. પ્રજાપતિ–સર્વથી મેખરે આવી બધાને નિયંતા થઈ યજ્ઞને પ્રવર્તક, ઉપદેશક, અધિષ્ઠાતા , એજ બ્રહ્યા રૂપે પણ પૂજાતે ચો.” આ બધુ લખીને–પૃ. ૪૫ માં–કલ્પનાનાં કુસુમ વેરીને જણાખ્યું છે કે-કેઇ પ્રકારની ગતિ થતાં જ સ્ટષ્ટિકર્મને આરંભ થવા લાગે છે. આ વાત ઋષિઓને જડેલી જણાય છે. ' . . . . . . .
આ ઉપરના ત્રણ ફકરામાં વિચારવાનું કે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org