________________
પ્રકરણ ૩૪ મું. સર્વજ્ઞના તત્વના વિકારરૂપજ હાલને વૈદિક ધર્મ. ૨૩૩
તે સિવાય બીજા સેંકડો ચતુર પંડિતેએ જૈન ધર્મના અભ્યાસ પ્રમાણે નિ:પક્ષપાત પણાથી પોતાના અભિપ્રા બહાર પડેલા છે, તેમાંના કેટલાક મારા જોવામાં આવેલા, તેમાંના ટુંક ટૂંક વિચારે પ્રગટ કરાવેલા છે તે પણ વિચારવાને ભલ્લામણ કરું છું. આ ખરું જોતાં આ બધા સજજન પુરુષોના લેખો વાંચ્યા પછી સંવત ૧૯૮૦ થી વૈદિક ધર્મના પર દષ્ટિ નાખવા માં છે, જેમ જેમ હું આગળ વધતો ગયે તેમ તેમ તે ચતુર પંડિતેની ચતુરાઈની ખબર પડવા લાગી. પુરાણે જઠાં છે એમ હું સાંભળતે. ખરું જોતાં પુરાણે સર્વથા જૂઠાં નથી. પરંતુ જેનોના ઇતિહાસ ને ઉધો છત્તો ગોઠવી, લેકેને ભ્રમ જાલમાં નાખવા ઘણી ચાતુરી વાપરી છે. તે એવી રીતે કે-જેનોના આદ્ય તીર્થકર શ્રી કષભદેવ, તેમનું ચરિત્ર ઉધું છતું લખી જણાવ્યું કે-અહંના નાસ્તિક ધર્મની પ્રવૃત્તિ ત્યાંથી ચાલુ થઈ. આગલ જાતાં જૈનોના ૧૨ ચક્રવર્તીઓમાંના–આદિના ભરત ચક્રવતીને, જડ ભસ્ત કહે, રાજાના નામથી હલકા ચિત્રીને બતાવ્યા.
- સાઠ હજાર પુત્રના પિતા સગર ચક્રવતીને એક રાજા તરીકેના બતાવીમહાદેવજીના વરદાનથી, તે કેઈએ ભેગુ ઋષિના વરદાનથી, સાઠ હજાર પુત્રને મેલવનાર લખીને બતાવ્યા. એટલુજ નહી ઘીના ઘડામાં મોટા થયા. વળી કે એ એક તુબીમાંથી બહેર આવેલા પણ લખીને બતાવ્યા છે.
જે છએ ખંડના રાજાઓની પાસે પિતાની આજ્ઞા મનાવનાર તે ચકવતએ તે બારજ થાય. જે ત્રણ ખંડમાં પિતાની આજ્ઞા મનાવનાર તે વાસુદેવ
તે એવા ક્રમથી કે–પ્રથમ પ્રતિવાસુદેવ થાય, તેમને ત્રણે ખંડના રાજાએની સાથે યુદ્ધ કરીને, પિતાની આજ્ઞા મનાવવી પડે. તેટલામાં પ્રથમ બલદેવ જન્મે, તેમના પછી વાસુદેવ જન્મ. વાસુદેવ અને પ્રતિવાસુદેવ તે પૂર્વ ભવના વૈરી જ હોય, કેઈ કારણ ઉભુ થતાં લડાઈ જામે, અને વાસુદેવના હાથેજ પ્રતિ વાસુદેવ મરે. એ અનાદિને જ નિયમ છે. પછી વાસુદેવજ ત્રણે ખંડના ભક્તા બને. પ્રતિવાસુદેવ વાસુદેવના હાથથી મરણ પામી નરક ગતિમાં જાય, અને વાસુદેવ રાજ્યના લેભથી મરણ પામી નરક ગતિમાં જાય. “રાજેશ્વરી તે નરકેશ્વરી” એ કહેવત પણે લોકમાં ચાલે છે. તેવાં વાસુદેવનાં નવવિક જ એક કાલમાં નિયમ બંધ થાય. તેને ક્રમ એવી રીતને છે કે-૨૪ તીર્થકરે, ૧૨ ચકવતીઓ, ૨૭ નવત્રિક વાસુદેવાદિકનાં. સર્વે મલી ૬૩ શલાકા પુરુષ જેન ઇતિહાસમાં બતાવ્યા છે. આ બધાએ અદ્વિતીય પુરુષે, મહા પ્રભાવ શાલીઓ
30
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org