________________
પ્રકરણ ૨૯ મું. સાવિત્રીના પવીને યમે છોડી મુકયે. ૧૧૫
તેઓ પરણ્યાં અને તે સ્ત્રીએ આ ભયંકર ચેતવણી ભૂલી જવાનો પ્રયત્ન કર્યો, પણ વરસને છેલ્લે દિવસ પાસે આવતે ગયો તેમ તેમ તેનાથી ચિંતા દબાવી શકાઈ નહિ. તેણે યમ રાજાના નાશ કારક હાથને ભાવવાની આશાથી બને તેટલી પ્રાર્થના, તપશ્ચર્યા, યાચના અને સ્તુતિ કરી; પણ એ બધે વખત તેને સ્વામી પિતાનું ભવિષ્ય જાણતું ન હતું અને તેને કહેવાની તે સ્ત્રીમાં હિંમત ન હતી. આખરે તે ભયંકર દિવસનું વહાણું વાયું. એટલે સત્યવાનું જંગલમાં લાકડાં કાપવા નીકલી પડે. તેની સ્ત્રીએ તેની સાથે આવવાની રજા માગી અને બહારથી હસતી પણ અંત:કરણમાં ખેદ સાથે તેની સાથે ચાલી, સત્યવાને તરત જ કુહાડાના ઘા વડે વનને ગજાવી મૂક્યું પણ તેના માથામાં એકાએક અત્યંત વેદનાની કમકમારો છુટી. અને પડી જવાશે એમ લાગવાથી તેણે પત્નીને બોલાવી ટેકો આપવા કહ્યું.
પછી તેણે મુછ પામતા સ્વામીને હાથમાં લઈ લીધો અને તેને હલી પડતા માથાને ધીમેથી ખેાળામાં મુકી પિતે શીતલ ભૂમીપર બેઠી. ખેદ કરતાં કરતાં તેને તે મુનિનું ભાખેલું ભવિષ્ય યાદ આવ્યું અને દાહડા અને કલાકે ગણી કાઢયા. એકદમ ક્ષણવારમાં તેણે પિતાની સામે એક ભયંકર મુતિને ઉિભો રહેલી જોઈ, તેનાં વર લેહી જેવાં લાલ હતાં અને માથા પર મુકુટ શોભતું હતું, તેનું સ્વરૂપ સૂર્યના જેવું પ્રકાશમાન હતું તે પણ તે શ્યામ હતું વન્તિ જેવી લાલચોળ તેની આંખો હતી, તેના હાથમાં પાશ લટકતું હતું, તેના સ્વામી પાસે ઉભે રહી તેને વલ્ડિ જેવાં નેત્રે જેતે હતું, તે તેનું સ્વરૂપ ભયંકર હતું. તે એકદમ ચમકી ઉઠી, મરણ પામતા સત્યવાનને તેણે જમીન પર સુવાડ અને હાથ જોડી નમસ્કાર કરી કંપતા હૃદયથી તેણે તે મુત્તિને કહ્યું “ખરેખર તું દેવ છે; તારા જેવું સ્વરૂપ મનુષ્યનું હોઈ શકે નહિ, તે મનુષ્યથી ચઢીયાતું છે. હે દેવ સદશ્યમુરિં? તમે કેણ છે? અને શા માટે અહિં આવ્યા છે? તે કહો.
તે મૂત્તિએ ઉત્તર આપ્યો કે હું તને રાજા, યમ છું. અને તારા સ્વામીના આત્માને બાંધીને લઈ જવા આવ્યો છું.
પછી તેણે તેના સ્વામીના શરીરમાંથી આત્માને—અંગુઠા જેવડો પુરૂષને–ખેચી કાઢ, પાશ વડે દઢ બાંધ્યું, અને પિતાની પાસે રાખે. તરતજ ચેતન્ય છુટું થવાથી અને પ્રાણ જતો રહેવાથી તે શરીર કાંતિહીન, પ્રભા રહિત, ચેષ્ટા વિનાનું, અને જેવું ગમે નહિ એવું ભયંકર થઈ ગયું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org