________________
પ્રકરણ ૩૦ મું. વેદોમાં “વરૂણ સર્વજ્ઞ પુરાણમાં નષ્ટભ્રષ્ટ ૧૧૯
પદાર્થોની ઉત્પત્તિ વિષે વરૂણે આવા તત્વજ્ઞાનને ઉપદેશ કર્યો છે. તૈત્તિરીયોપનિષદમાં ભૃગુવલ્લીમાં “ગુને વરૂણે બ્રહજ્ઞાન આપ્યું છે. –
भृगु वै वारुणिः । वरुणं पितर मुपससार। अधीहि भगवो ब्रह्मेति । तस्मा एत त्प्रोवाच । अन्नं प्राणं चक्षुः श्रोत्रं मनो वाच मिति। तं हो वाच । यतो वा इमानि भूतानि जायते । येन जातानि जीवंति। यत्प्रयंन्त्यऽभिसं विशन्ति । तद्विजिज्ञासव ! तत् ब्रह्मेति । सतपोऽतप्यत । सतप स्तप्त्वा ॥ અન્ને ક્ષત્તિ અજ્ઞાનતા માળે રવરિત્રમાનિ મૂતાનિ ના નગાતાનિ जीवन्ति। अन्नं प्रयन्त्वऽभिविशन्तीति ॥
- એકાદશે પનિષદ, છોટાલાલ ચંદ્રશંકર શાસ્ત્રી પૃ. ૫૪૮–શબ્દાઈ–વરૂણને પુત્ર ભગુ એકવેળા પિતાના પિતા વરૂણદેવની પાસે આવ્યો એ શું છે, તે વિષે આપ મને ઉપદેશ કરશે. તેણે તેને આ પ્રમાણે જણાવ્યું પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, અને વાણું આટલાં બ્રહ્મને જાણવાના સાધન રૂપ છે. વધારામાં તેમને તેને એ કહ્યું કે–જેનામાંથી આ સર્વ પ્રાણું માત્રોની ઉત્પત્તિ થાય છે, જેના વડે ઉત્પત્તિને પામેલાં પ્રાણીઓ જીવે છે, મરણ પ્રાપ્ત થયા પછી જેને વિષે પ્રાણીઓ પ્રવેશ કરે છે તેજ બ્રહ્મ છે. માટે તું તેને જાણવાની ઈછાકર પછી ભૃગુએ પિતાના પિતાના જોઈએ) કહેવા પ્રમાણે આ સઘળું ઓળખવા માટે તારૂપી વિચાર કરવા માંડે.
આ પ્રમાણે તપના પ્રભાવ વડે તેણે જાણ્યું કે-અન્ન એ બ્રહ્મરૂપ છે. કારણ કે–સર્વ પ્રાણી માત્રોની ખરેખર અન્નમાંથીજ ઉત્પત્તિ થાય છે. ઉત્પન્ન થયા પછી અન્ન વડે પ્રાણીઓ જીવે છે, જયારે મૃત્યુ પામે છે ત્યારે ભૂતે અન્નને વિષે પ્રવેશ કરે છે, અર્થાત્ મરણ સમયે સર્વ ભૂતે અન્નના કારણ રૂપ પૃથ્વી ભણું જાય છે તથા પૃથ્વી રૂપ થઈ જાય છે. ઈત્યાદિ.
- આ લેખમાં કિંચિત વિચારવાનું કેવરૂણદેવે પિતાના પુત્ર ભૃગુને ઉપદેશ આપતાં વધારામાં કહ્યું કે-“ જેનામાંથી આ સર્વ પ્રાણી માત્રોની ઉત્પત્તિ થાય છે.” આમાં વિચારવાનું કે–પ્રાણી માત્રની જે ઉત્પત્તિ થાય છે તે કર્મવાળા પ્રાણીઓની કે કર્મ વિનાના પ્રાણીઓની? જે કર્મવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થતી હોય તે તેમને કર્મ કેણ લગાડતું હશે? અગર કર્મ વિનાના ઉત્પન્ન થતા હોય તો ઉત્પન્ન થઈને તેમને કરવાનું શું? વળી જણાવ્યું કે “મરણ પ્રાપ્ત થયા પછી જેને વિષે પ્રાણીઓ પ્રવેશ કરે છે તે જ બ્રહ્મ છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org