________________
૧૨૦
તત્ત્વત્રયી મીમાંસા.
ખંડ ૨
આમાં વિચારવાનું કે-કેટલો કાલ રહ્યા પછી પાછા પ્રવેશ કરી જતા હશે ? કદાચ કહેવામાં આવે કે-૭૯૫ના અંતે પાછા બ્રહ્મમાં પ્રવેશ કરી જાય છે તે તે પણ યોગ્ય ન જ થાય કારણ કે ક૯પના અંતમાં તે પ્રાણીઓની પ્રવૃત્તિ પાપરૂપ થઈ જાય છે, અગર તેવા પાપની પ્રવૃત્તિવાળાને બ્રહ્મમાં પ્રવેશ થઈ જતો હોય તે પછી શાસ્ત્રોમાં તપ જપ ધ્યાનાદિક બતાવવાની જરૂર જ શી હતી ? માટે આ લેખ બધી વાતથી વિચારવા જેવું છે.
- અમો વારંવાર કયાં સુધી લખી લખીને બતાવીએ?
એક ભગુ ઋષિ જે બતાવ્યા છે તેમને બ્રહ્માના પુત્ર બતાવેલા છે. તે અને આ વરૂણ દેવના પુત્ર ભૂગુ એક હશે કે જુદા આ સમજવાનું રહે છે.
મનુષ્યને ભાગ લેવા તૈયાર થએલા વરૂણદેવ સર્વસ (૪) હિંદુસ્તાનવા દેવો. પૃ. ૬૩ માં
ગડગવેદમાં નીચે લખેલી વાત આપી છે–તેથી વરૂણને એક વખત મનુષ્યનું બળિદાન આપવામાં આવતું એ શક્ય દેખાય છે. હરિશ્ચંદ્ર નામના એક પુરૂષને પુત્ર ન હતો. નારદની સલાહથા તે વરૂણ પાસે ગયો અને તેને કહ્યું “હે રાજનું, મને પુત્ર પ્રાપ્ત થશે તો તે પુત્રનું હું તમને બલિદાન આપીશ.“વરૂણે તેને એવું વરદાન આપ્યું. પુત્ર મોટો થયો ત્યારે તેના પિતાએ તેને પિતાની પ્રતિજ્ઞા કહી સંભળાવી, પણ પુત્રની મરજી યજ્ઞમાં હોમાવવાની ન હતી તેથી તે ઘરમાંથી નાશી ગયે. રાજાએ પિતાની પ્રતિજ્ઞા પાલી નહિ, તેથી નારાજ થઈ વરૂણે તેને શાપ દીધો અને તે જલંધરથી પીડા પામવા લાગ્યો. તે પુત્ર છ વરસ જંગલમાં ભટકયો આખરે તે એક બ્રાહ્મણને મળે તેને ત્રણ પુત્રો હતા, તેઓમાના એકને ખરીદીને પિતાના બદલે યજ્ઞમાં હોમવાની તેણે માગણી કરી પિતાએ વડીલ પુત્રને આપી દેવાની ના ખુશી બતાવી, અને માતા કનિષ્ટને છોડવા રાજી ન હતી, આથી વચલા છોકરાને લેવામાં આવ્યો. તે કુમારને બાંધ્યો અને તેને હોમવાની તૈયારી થઈ, ત્યારે તેણે દેવની સ્તુતિનાં કેટલાંક તેત્રે ગાવાનો રજા માંગી. વરૂણે એ યાચના સ્વીકારી અને તે અચાઓ પઢવાથી હરિશ્ચંદ્રને જંલધર મટી ગયે.” - આ ઉપરના લેખકમાં વિચારવાનું કે-ચારે વેદનું મૂલ કહેતે અથવા સંપૂણ હિંદુધર્મનું મૂવ કહતે તે ઋગવેદ જ છે. અને ચારે વેદના મુખ્ય દેવતાઓ (૩૩) તેત્રીશજ ગણાવેલા છે. તેમાં પણ શ્રેષ્ટમાં શ્રેષ્ઠ દુનીયાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org