________________
પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજ્યમાંની બે ચાર વાતને વિચાર. ૨૦૩
*
*
*" 7'
પ્રાચીન સમયથી તીર્થકરોએ પ્રવર્તાવેલ હતું. અને ૨૪૪૦ વર્ષો પહેલાં ચરમ તીર્થકર મહાવીર સ્વામીએ આ સિદ્ધાંત ઈપદે હતે. અને તેનું સ્વરૂપ જૈનોના પ્રમાણભૂત ગ્રંથમાં માલુમ પડે છે....... બ્રાહ્મણ ઋષિ વ્યાસે બ્રહ્મસૂત્ર પુસ્તક, ૨, પ્રકરણ, ૨, સૂત્ર ૩૩ માં આ સિદ્ધાંતને સુધારા વધારા સાથે ઉતાર્યો છે. આ સિદ્ધાંતની, પ્રસિદ્ધ શંકરાચાર્ય કે જે આઠમા સૈકામાં થઈ ગયા છે તેમણે પિતાની ટીકા શાંકર ભાગમાં, વાચસ્પતિમિશ્ર કે જે દશમા સૈકામાં થઈ ગયા છે તેમણે શાંકર ભાષ્યની ભામતી વૃત્તિમાં અને માધવાચાર્યે તેમના “સર્વદર્શન સંગ્રહમાં” ટીકા કરેલી છે.
બ્રાહ્મણ તત્વવેત્તાઓએ આ સિદ્ધાંત પર એવા દેષનું આરોપણ કર્યું છે કે-તે અનિશ્ચયાત્મક જ્ઞાન તરફ દોરે છે, અને સાત અવસ્થા પરસ્પર અસંગત છે, તે છતાં આ સિદ્ધાંતની શાંત અને નિષ્પક્ષપાત સમીક્ષા તેની વ્યાપક્તામાં અને વસ્તુઓની સમગ્ર અવસ્થાઓને સ્પર્શવાની શક્તિમાં રહેલી વિશિષ્ટતાને વ્યક્ત કરે છે. ઈત્યાદિ.” *
(૧૦) પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે-સ્યાદ્વાદ સંબંધે કહ્યું હતું કે“ સ્યાદ્વાદ”એકી કરણનું દષ્ટિ બિંદુ અમારી હામેં ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતે નથી. એ નિશ્ચય છે કે વિવિધ દષ્ટિ બિંદુ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહીં. આ માટે સ્યાદ્વાદ ઉપયોગી તથા સાર્થક છે. મહાવીર ના સિદ્ધાંતમાં બતાવેલા સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે એ હું નથી માનતે, સ્યાદ્વાદ સંશયવાદ નથી કિંતુ તે એક દષ્ટિબિંદુ અમને મેળવી આપે છે. વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઈએ એ અમને શીખવે છે.”
(૧૧) ડૉ. ઍ પરટેડે તા. ૨૧-૮-૨૧ દક્ષિણ ધૂલીયામાં-ધર્મના તુલનાત્મક શાસ્ત્રમાં–“જૈન ધર્મનું સ્થાન અને મહત્વ” બતાવતાં અંતમાં જણાવ્યું હતું કે-જૈનધર્મ એ ધર્મોના તુલનાત્મક શાસ્ત્રમાં અતિશય આગળ વધેલો ધર્મ છે, એમ કહેવું પડે છે. દ્રવ્યનું જ્ઞાન કરી લેવા સારૂ એમાં જેલા સ્યાદ્વાદનું બલકુલ આધૂનિક પદ્ધતિનું સ્વરૂપજ જુઓ એટલે બસ છે. જૈન ધર્મ એ ધર્મ વિચારવાની નિ સંશય પરમ શ્રેણી છે. અને એ દષ્ટિથી ધર્મનું વર્ગીકરણ કરવા સારૂજ કેવલ નહી પણ વિશેષતઃ ધર્મનાં લક્ષણે ઠરાવવા સારૂ અને તદનુસાર સામાન્યતઃ ધર્મની ઉપપત્તિ બેસાડવા સારૂ તેને કાળજીપૂર્વક અભ્યાસ કરવું જરૂરી છે. જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org