________________
૨૨૨
તત્ત્વત્રયી–મીમાંસા. ' . ખંડ ૨ વિધાને સભર ચાલતાં હતાં. જેન બૌદ્ધની ચલવલ સરૂ થતાં. વેદ ધર્મને ટકાવી રાખવાના હેતુથી બ્રાહ્મણ ગ્રંથની શરૂઆત થતી ચાલી, પઠન પાઠનના ધંધાવાળા અક્ષરજ્ઞાનના તે પંડિતેજ હતા, પરંતુ અતીન્દ્રિયજ્ઞાનના અભાવે તે બ્રાહ્મણ ગ્રંથ ઉચું મત પ્રેરે તેવા ક્યાંથી બને? તેથી મણિલાલભાઈએ નિર્માલ્ય અને બાલિશ ભાવ જેવા લખીને બતાવ્યા.
મેકડેનલ સાહેબેસ, સા. પૃ. ૩૮ માં • “વેદના મંત્ર અને ચાગને વિધિ એ બેઉને પરરકરને સંબંધ કેવી રીત છે અને એક બીજાની અપેક્ષાએ એ બેઉને ગૂઢ અર્થ શું છે, તે સમજાવવું એ બ્રાહ્મણને મુખ્ય ઉદ્દેશ છે. એમાં પ્રસંગવશાત્ જે દંતકથાઓ અને ધ્યાન ખેંચે એવા વિચાર આવે છે તે જે બાદ કરીએ તે, એ ગ્રંથ સાહિત્યની રચના તરીકે કંઈપણું રમણીય લાગે એવા છે એમ આપણાથી કહી શકાશે નહીં. એ ગ્રંથમાં વિધિની જે સમજુતી આપવામાં આવી હોય છે તેની પુષ્ટિના માટે વ્યાખ્યા સંબંધી, ભાષા સંબંધી અને ઉત્પત્તિ સંબંધી કેટલાંક વચને પણ સાથે સાથે સાંકળી દેવામાં આવ્યાં હોય છે. અને જગતની અષ્ટિ વિષેના તથા એ સુષ્ટિના રચનાર વિષેના પ્રગટ કરાયેલા વિચારોના સમર્થનમાં દંતકથાઓ અને ફિલસુફીની ચર્ચાઓ પણ આપવામાં આવી હોય છે.
- વિષેની સ્વછંદ કલ્પનાઓથી ભરેલાં અને જુદી જુદી વસ્તુઓમાં તુરંગી પણે, રે બેવકુફી ભરેલી રીતે બીજે કઈપણ સ્થળે નજ દીઠામાં આવે એવું એકતાનું આપણુ કરનારાં ઉપલકિયાં અને આડંબરવાળાં વિવેચનેને સંગ્રહ એ ગ્રંથોમાં થયેલું છે.”
આ બધા પૂર્વેના લેખમાં મારા વિચારે. જૈનોની જાગૃતીના પૂર્વે–અંતીદ્રિય જ્ઞાનના અભાવવાળા, વૈદિમતના ત્રષિઓ પઠન પાઠનથી નિર્વાહ કરનારા, પિતાના શદ્ધિત દેવતાઓની સ્તુતિઓથા હેમ હવન કરી સુખ સગવડતા મેળવવાના પ્રયત્નવાળા હશે.
વેદમાં પ્રાથે તેના સંબંધેજ વિશેષ જ્ઞાન મલી આવે છે. જેઓંના ૨૨ મા સર્વજ્ઞ તીર્થકર થયા પછી, ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ઘણા લાંબા કાલે ઈ.સ. પૂર્વે ૮-૯ મા સૈકામાં થયા. તેમનાથી પ્રકાશિત ની પ્રજા પુનઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org