________________
૧૧૬
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
vપ
ક
આત્માને બાંધી યમ દક્ષિણ તરફ પિતાની નગરીમાં જવા નીકળે અને તે પતિવ્રતા સ્ત્રી તેની પાછળ ચાલી, યમે તેને ઘેર જઈ સ્વામીના શબને અગ્નિ સંસ્કાર કરવા કહ્યું, પરંતુ તેણે તો આગ્રહ પૂર્વક તેની પાછળ ચાલ્યા કીધું, આખરે, તેની ભકિતથી પ્રસન્ન થઈ સ્વામીના જીવન સિવાય ગમે તે વર દાન માગવા કહ્યું. તેણે માગ્યું કે મારા અંધ સસરા દેખતા થાય. યમે તે વરદાન આપ્યું અને કહ્યું કે હવે સંતુષ્ટ થઈ પ્રાછી ફર. પણ તેણે તેની પાછળ જ્યાં જ કર્યું. અને એ રીતે બીજાં બે વરદાન મેળવ્યાં આખરે, સાવિત્રીની અડગ ભકિત અને દઢતાથી પરવશ થઈને યમે તેને જે માગ્યું તે અપવાદ કર્યા વગર આપ્યું. સાવિત્રી એ કહ્યું –
“ મહારાજ આ વખત તમે કશાનો અપવાદ કર્યો નથી. મારા સ્વામીને જીવિત આપે, તેના વિના હું કોઈ પણ સુખ ઈછતી નથી, સ્વર્ગ પણ તેના વિના જોઇતું નથી, તેના વિના મારાથી છવાસે નહિ. ”
- યમે જવાબ દીધે “હે પતિવ્રતે તથાસ્તુ (તેમ થાઓ ) આ હુ એને પાશથી મુકત કરું છું ” એમ કહી તેણે પાશ વડે બાંધેલા આત્માને મુકત કર્યો. '
(મે નિઅર વિલિઅપ્સકૃત હિંદુઓના વિરરસ કાવ્ય, પૃ. ૩૭-૩૮),
હવે આપણે મહાભારતની કથા જે સત્યવાન અને સાવિત્રીની છે તેના સંબંધે કિંચિત્ વિચાર કરીયે.
સત્યવાતનું આયુષ્ય વરસ દિવસનું છે એમ જ્ઞાનીથી જાણ્યા છતાં પણ સાવિત્રો તેણે પરણી. યમના હાથ થોભાવવા-તપ, યાચના, પ્રાર્થના કરી. છેવટે સત્યવાન લાકડાં કાપતા જંગલમાં પડયે. પાછલ ગએલી સાવિત્રીએ સાહાએ કરી. ભયાનક રૂપે યમરાજા પાશ લઈને આવ્યા અંગુઠા જેવડે આત્મા તેના શરીરમાંથી ખેંચી કાઢી યમનાજાએ પાશ વડે બાંધે અંગુઠા જેવી વસ્તુ આપણે દેખી શકીએ કે નહિ? તે બધું સાવિત્રીએ જોયું. પાત્ર કેટલી મેટી હશે? દક્ષિણ દિશા તરફ ઉંચે જાવા લાગ્યું કે નીચે નરકેનું સ્થાન તે પાતાલમાં બતાવેલું છે. સાવિત્રી કયા સ્વરૂપથી પાછળ ગઈ? દેવની ગતિ સાથે સાવિત્રી કેવી રીતે પહોંચી શકી ?
સાવિત્રીએ યમની પાસેથી અનેક વરદાન મેળવ્યાં અને છેવટે પિતાના પતિ સત્યવાનને જીવતો પાછો લાવી વરસ દિવસનું આયુષ્ય પૂરણ થઈ ગયું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org