________________
| તવાગય-મીમાંસા.
ખંડ ૨ - હિંદુસ્તાનના દેવે પૃ. ૮૩ થી—
' (૧) “ અર્વાચીન સમયમાં હિંદુ પ્રજા ખાન પાનમાં નિયમ શીલ છે. અને વેદમાં વર્ણવેલા સ્વરૂપમાં તેમની પૂજા થતી બંધ થઈ છે. તે પણ ચંદ્રની સાથે હજી એ નામ ચંદ્રમાને આપવામાં આવે છે. પાછલા વેદ મંત્રમાં સોમ શબ્દ બે અર્થમાં વપરાય છે-માદક રસપાનના દેવના અર્થમાં કે રાત્રીના અધિપતિ ચંદ્રના અર્થમાં. રાત્રીના અધિપતિનું છુપી રીતે ભૂલથાપ દેવાનું સ્વરૂપ આનું કારણ છે ઈ શકે. વેદના એક મંત્રમાંથી આ વિચારને પુષ્ટિ મળે છે
સયને સ્વભાવ અગ્નિ જે, ને ચંદ્રને સમજે છે.” વળી ચંદ્રના પ્રકાશિત ડાઘાઓમાં અમૃત છે એમ ધારવામાં આવતું; અને દેવે એ છુપા રસનું પાન કરે માટે વિષ્ણુના વાહન (મનુષ્પાકારના કલ્પિત પક્ષી) ગરૂડને તે લેવા મેકલ્યા હતા.
(૨) એમ વર્ણવવામાં આવે છે કે આ દેવને ૩૩ પત્નીઓનું સુખ હતું, એ પ્રજાપતિની પુત્રીઓ હતી. ઘણી પત્નીવાળા પૂર્વના રાજાઓને હાલ જે દુઃખ પડે છે તેવું જ દુઃખ એને વેઠવું પડ્યું. તેનાથી બધી સ્ત્રીઓ સાથે સમતાથી વતી શકાયું નહિ. તેણે રોહિણી પ્રત્યે ખુલ્લી રીતે વિશેષ ભાવ દર્શાવ્યું. આ ઉપરથી બાકીની બત્રીશ પત્નીઓ પોતાના પિતા પાસે ગઈ અને પતિની આવી વર્તણુક માટે ખૂબ ફરીયાદ કરી. સામે તેમને પાછા આવવા પ્રાર્થના કરી. હવે પછી બધી સ્ત્રીઓ પ્રત્યે હું સરખી માયા દર્શાવીશ એવું વચન આપે તેજ આવીશું એમ તેમણે કહ્યું. તેણે તેમ કરવા અત્યંત આતુરતાથી વચન આપ્યું; પણ ફરી એકવાર રેહિણની ઉત્કૃષ્ટ ક્રાંતિને લીધે તે પિતાના નિશ્ચયથી ડગે. પછી સેમ શિક્ષા તરીકે ક્ષયના રોગથી પીડાય; અને હિંદુઓ એની ક્લાની વધઘટનું આજ કારણ આપે છે.” છે. (૩) મુંબઈ ઇલાકામાં ચંદ્રની કળાના ફેરફારનું એક વિચિત્ર 'કારણ પ્રચલિત છે. એક દિવસ ગણપતિ પોતાના વાહન ઉંદર ઉપરથી પી ગયા. આ વિચિત્ર દેખાવ જોઈ ચંદ્રને હસવું આવ્યા વિના રહ્યું નહિ. કથી દેવે એને શિક્ષા કરવા માટે એવી પ્રતિજ્ઞા કરી કે હવે કે ચંદ્રનું દશન નહિ કરે. ચંદ્ર ક્ષમાયાચી ત્યારે શાપ એ કરવામાં આવ્યો. અમુક તુમાં એને એ શિક્ષા ભોગવવી પડશે એમ નકકી થયું. . . . અથર્વવેદ ૧૧. ૬-૭ “ મદેવ, જેમને તેઓ ચંદ્ર કહે છે “તે મને
મુક્ત કરે. ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org