________________
પ્રકરણ ૧૬ મું. સર્વજ્ઞોનો ઇતિહાસ ઉધે છત્તો ભારતાદિકમાં.
૫૩
પૃ. ૩૬૫. નીચેની ટીપમાં જણાવવામાં આવ્યું છે કે-“ મહાભારતના રચનારનું નામ “વ્યાસ ” એવું નામ પડયું તેનું કારણ એવું જણાવવામાં આવે છે કે એણે વેદની વ્યવસ્થા કરી (વેરા વિચાર) મહાભારતની એણે વ્યવસ્થા કરી એવું કોઈપણ ઠેકાણે કહેવામાં આવ્યું નથી. .
પૃ. ૩૭૯ થી–“ પુરાણો આપણને જાણીતાં છે. તે તે સઘળાં એકંદરે મહાભારતથી માંડાં રચાએલાં છે. તેમાં જે પ્રાચીન સમયની વાર્તાઓ આપવામાં આવી છે તે ઘણીખરી મહાભારતમાંથીજ લીધેલી છે તે પણ એ ગ્રંથમાં જેને આપણે પ્રાચીન કહીએ એવું પણ ઘણું છે. અને મહાભારત અથવા મનુ
સ્મૃતિનાજ લેકો મહાભારત અથવા મનુસ્મૃતિમાંથીજ લેવાએલા છે એમ માની લેવું એ શકય નથી. જુની સ્મૃતિઓ અને વેદની સાથે એ ગ્રંથને ઘણે સંબંધ છે. અને એ જ વર્ગના વિશેષ પ્રાચીન ગ્રંથોમાંથી એની ઉત્પત્તિ થઈ હેય એ પણ બનવા જોગ છે. ( પુરાણને જે ખાસ વિષય તે જ્યાં આગળ આપવામાં આવ્યું હોય છે ત્યાં આગળ જુદાં જુદાં પુરાણોની વચ્ચે એટલું સરખાપણું જોવામાં આવે છે– ઘણીવાર તે પાનાનાં પાનાં સુધી શબ્દ શબ્દ તેના તેજ જોવામાં આવે છે. એ સર્વની ઉત્પત્તિ વધારે પ્રાચીન એવા કોઈ એક જ સંગ્રહમાંથી થઈ. હશે એવા અનુમાન ઉપર આવ્યા વગર આપણાથી રહેવાતું નથી.
આમાં મારા વિચારો–ઈ. સ. પૂર્વે પાંચમા સૈકાનું મહાભારત છે. જૈનોના સર્વ પહેલાના બાજુ પર રાખીએ પણ ૮ મા સૈકાના પૂર્વેના પાશ્વનાથ તો સિદ્ધજ છે. તેમના પછીનું જ મહાભારત છે. જેમાં ઇતિહાસનું નામ નીશાણુ નથી તો પછી મહાભારતમાં કયા જ્ઞાનીથી મેળવ્યો?
અને વેદોમાં કઈ કઈ બાબત નામ માત્રથી છે તે પાછલથો જ દાખલ કરવામાં આવી છે.
ઉદાહરણમાં જૂ બ્રહ્મા ઠામ ઠેકાણા વિનાના વેદમાં આદિથી તે અંત સુધીમાં બધી દૂનિયાના શિરોમણિ તરીકે દાખલ કરી દીધા છે. તે સિવાય બીજી સેંકડે બાબતે વેદમાં પાછલથી દાખલ કરી દીધેલી છે. આ વિષયમાં જુ મણિલાલભાઈને લેખ-યજ્ઞપુરૂષ નજ દેવ કલ્યા. અને પ્રજાપતિ બધાના મોખરે આવી ઉભે ઈત્યાદિ.
| ઈતિ–પુરાણો–મહાભારતથી માંડાં રચાયાં-અંગ્રેજોના મતથી. ખંડ. બીજે પ્રકરણ ૧૬ મું. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org